રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત દવાઓ વધુ વ્યાજબી ભાવે મળી રહે તે માટે રાજ્ય સરકારની પહેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-28 12:04:03
  • Views : 386
  • Modified Date : 2020-01-28 12:04:03

 રાજ્યના છેવાડાના નાગરિકોને પણ ગુણવત્તાયુક્ત દવાઓ વ્યાજબી ભાવે મળી રહે તેવા આશયથી રાજ્ય સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નવી પહલ કરવમાં આવી છે. દવાના ભાવોમાં નિયંત્રણ અને એકરૂપતા લાવવા માટે ‘પ્રાઇઝ મોનીટરીંગ એન્ડ રીસોર્સીસ યુનીટ’ (પીએમઆરયુ) ના ગુજરાત સેલનો આજે અમદાવાદ ખાતેથી પ્રારંભ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને નેશનલ ફાર્માસ્યુટીકલ પ્રાઇઝીંગ ઓથોરીટી (એનપીપીએ)ના અધ્યક્ષા સુભ્રાસિંઘની
ઉપસ્થિતિમાં આ યુનિટને ખુલ્લુ મૂકાશે.  ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર દ્વારા આજે  અમદાવાદ ખાતે સવારે ૧૦ઃ૦૦ કલાકે પ્રાઇઝ મોનીટરીંગ એન્ડ રીસોર્સીસ યુનીટ્‌સ(પીએમઆરયુ)ના ગુજરાત સેલનો પ્રારંભ કરાશે. તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડા. એચ.જી.કોશિયાએ જણાવ્યું છે. 
  આ સેમિનાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, અધ્યક્ષ શ્રીમતી સુભ્રાસિંઘ (આઈએએસ) ઉપરાંત મેમ્બર સેક્રેટરી રિતુ ઢિલ્લોન અને મોનીટરીંગ એન્ડ ઇન્ફોર્સમેન્ટ ડાયરેકટર રાજેશ અગ્રવાલ પણ હાજર રહેશે. તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ તથા બીજા પાંચ રાજ્યોના અધિકારીઓને પણ નેશનલ ફાર્માસ્યુટીકલ પ્રાઇઝીંગ ઓથોરીટી (એનપીપીએ) દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે કેન્દ્રીય કેમીકલ એન્ડ ફર્ટીલાઇઝર તથા શીપીંગ  મંત્રાલયના મંત્રી મનસુખ માંડવીયા તથા નેશનલ ફાર્માસ્યુટીકલ પ્રાઇઝીંગ ઓથોરીટી(એનપીપીએ)ના અધ્યક્ષા સુભ્રાસિંઘ ઉપરાંત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્રસચિવ ડા. જયંતિ એસ. રવિ, મેનેજીંગ ડાયરેક્ટર ડા. સુમનરત્નમ તથા રાજ્યના આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે ઉપસ્થિત રહેશે.

Download Our B K News Today App



Related News