કોરોનાના ટેસ્ટની કિમત માટે રાજ્ય સરકારની જાહેરાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-02 11:19:56
  • Views : 316
  • Modified Date : 2020-12-02 11:19:56

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજયમાં પ્રવર્તી રહેલ કોરોના ની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઇને અને નાગરિકોના હિતને ધ્યાને લઈને ખાનગી લેબોરેટરીમાં થતા ટેસ્ટની કિંમતમાં પણ ઘટાડો કરવાનો  મુખ્યમંત્રી વિજયભાઈ
રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલ કોર ગ્રૂપની બેઠકમાં આ મહત્ત્વનો ર્નિણય કરાયો છે જેનો રાજયભરમાં આજથી અમલ થશે
નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, કોરોનાના દર્દીઓને ખાનગી લેબોરેટરીમાં થતાં ટેસ્ટ માટે જેતે સમયે જે દર નક્કી કરાયા હતા તેમાં પણ નોંધપાત્ર ઘટાડો કર્યો છે.રાજ્યમાં જે તે સમયે ટેસ્ટ માટેની કિટ પણ મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ થતી હતી આજે હવે કીટની સંખ્યામાં અને કિટના ઉત્પાદનમાં પણ વધારો થતાં આ ર્નિણય કરાયો છે.
તેમણે ઉમેર્યુ કે,ખાનગી લેબોરેટરીમાં જે
આરટીપીસીઆર ટેસ્ટ કરવા માટે રૂપિયા ૧૫૦૦ નિયત કરાયા હતા તે ઘટાડીને હવે રૂપિયા ૮૦૦ કરવામાં આવ્યા છે એટલે કે સાતસો રૂપિયાનો ઘટાડો કર્યો છે એ જ રીતે ખાનગી લેબોરેટરીના ટેકનિશિયન લોકોના ઘરે જઈને કે અન્ય હોસ્પિટલમાં જઈને સેમ્પલ લઇને જે ટેસ્ટ કરતાં હતા તેનો દર રૂપિયા ૨૦૦૦ વસુલવામાં આવતો હતો તેમાં પણ રૂપિયા ૯૦૦નો ઘટાડો કરાયો છે એટલે હવે આ ટેસ્ટ પણ રૂપિયા ૧૧૦૦ માં કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News