કોરોનાની કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા રાજય સરકાર સજ્જ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-06 11:40:22
  • Views : 381
  • Modified Date : 2020-04-06 11:40:22

 નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ત્યારે કોરોના વાયરસની કોઇપણ ગંભીર પરિસ્થિતિને
પહોંચી વળવા રાજય સરકાર સંપૂર્ણ સજ્જ છે તેમ રાજય વેરા કમિશ્નર જે.પી.ગુપ્તાએ ડીસા મુકામે તૈયાર કરવામાં આવેલ કોવિડ હોસ્પિટલની મુલાકાત પ્રસંગે જણાવ્યું હતું. ડીસા ખાતે ગાંધીલિંકન ભણશાળી
હોસ્પિટલમાં તૈયાર કરાયેલ કોવિડ હોસ્પિટલની મુલાકાત બાદ રાજયવેરા કમિશ્નર
જે.પી.ગુપ્તાએ જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં વૈશ્વિક મહામારી કોરોનાએ બહુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યુ છે અને આપણા દેશમાં પણ કોરોનાની મહામારીને લઇ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આવનાર દિવસોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થાય તેવા સંજોગોને ધ્યાનમાં રાખી દર્દીઓને યોગ્ય સુવિધા અને સારવાર મળી રહે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે રાજય સરકાર દ્વારા રાજયના તમામ જિલ્લાઓમાં ઓછામાં ઓછા ૧૦૦ બેડની કોવિડ હોસ્પિટલ સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવી છે. તેમણે કહ્યુ કે, બનાસકાંઠા  જિલ્લામાં પાલનપુર અને ડીસા ખાતે કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. ગુપ્તાએ કહ્યુ કે સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સીંગથી આ મહામારીને ફેલાતી અટકાવવા પગલાં લેવામાં આવી રહ્યા છે. ગુપ્તાએ આ મહામારીને ફેલાતી અટકાવવા સ્વચ્છતા અને સોશિયલ ડિસ્ટન્સીંગ પર ભાર મુકતા જણાવ્યું કે આવા સયમમાં સોશિયલ ડિસ્ટન્સીંગ ખુબ જરૂરી છે જેનાથી કોરોનાને ફેલાતો અટકાવી શકાશે.  
અત્રે ઉલ્લેખનીય છે કે કોવિડ-૧૯ સામે લડવા બનાસકાંઠા જિલ્લામાં બે કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ૧૨૦ બેડ અને ડીસા ખાતે ગાંધીલિંકન ભણશાળી હોસ્પિટલમાં ૮૦ બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. ડીસાની કોવિડ હોસ્પિટલમાં ૫ વેન્ટીલેટર, ૧૨ બેડના બે આઇ. સી. યુ. વોર્ડ, ૧ એમ્બ્યુલન્સ, ૧- એક્સ-રે મશીન, ૨- ફિઝીશીયન ડોકટરો, ૧-એનેસ્થેટીક, ૧૨-મેડીકલ ઓફિસર, ૪૪-ર્નસિંગ સ્ટાફ, ૨-લેબ ટેક્નીશિયન, ૧-ફાર્માસીસ્ટ, ઓક્સિજન સહિત પુરતા પ્રમાણમાં સ્ટાફની નિમણુંક કરી કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં અલાયદુ ફ્‌લુ કોર્નર સહિત તમામ ફેસીલીટી ઉપલબ્ધ બનાવાઇ છે.
કમિશનર મુલાકાત પ્રસંગે ધારાસભ્ય શશીકાંતભાઇ પંડ્‌યા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનીષ ફેન્સી, પ્રાંત અધિકારી હિરેન પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. હરીયાણી, ડો. ભારમલભાઇ પટેલ સહિત આરોગ્યના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News