અભય ભારદ્વાજ અને અહેમદ પટેલનું નિધન થતા ગુજરાતમાં રાજસભાની બે બેઠક ખાલી થયી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-02 11:28:16
  • Views : 340
  • Modified Date : 2020-12-02 11:28:16

ગુજરાતમમાં ચૂંટાયેલા ધારાસભ્યોની વર્તમાન સભ્ય સંખ્યાને જોતા, રાજ્યસભાની બે પૈકી એક એક બેઠક ભાજપ અને કોંગ્રેસના ફાળે આવે તેવી સ્થિતિ છે. પરંતુ જો બન્ને બેઠકો માટે અલગ અલગ
નોટીફિકેશન બહાર પાડવામાં આવે તો બન્ને બેઠકો ભાજપના ફાળે જાય તેમ છે.ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાયેલા સાંસદ અભય ભારદ્વાજનું નિધન થતા, ગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી છે. અભય ભારદ્વાજ
પહેલા, ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાયેલા સાંસદ અહેમદ પટેલનું નિધન થયુ હતું. અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધનથી રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી યોજાશે.
વર્તમાન ધારાસભ્યોની સંખ્યાને લઈને રાજ્યસભાની ચૂંટણી માટે ઊભા રહેનારા બન્ને સભ્યો મોટાભાગે બિનહરીફ જાહેર થશે. કારણ કે, એક સભ્યને જીતવા માટે ૬૧ મત જોઈએ. હાલ કોંગ્રેસ પાસે ૬૫ મત છે. અને એક અપક્ષ તથા બે બીટીપીના સભ્યોનો ટેકો છે. જે પર્યાપ્ત મત કરતા વધુ મત ધરાવે છે. જ્યારે ભાજપને બન્ને બેઠકો જીતવા માટે કુલ ૧૨૨ મતો જોઈએ જે કોઈ સંજોગોમાં શક્ય ના હોવાથી, મોટાભાગે બન્ને રાજકીય પક્ષો એક એક બેઠક મેળવી શકશે.રાજકીય ક્ષેત્રના જાણકારોનું કહેવુ છે કે જો ભૂતકાળની જેમ બે બેઠકો માટે અલગ અલગ
નોટીફિકેશન બહાર પાડવામાં આવે તો બન્ને બેઠકો ભાજપના ફાળે જાય અને જો એક જ નોટીફિકેશન બહાર પાડીને બે બેઠકોની ચૂંટણી કરવામાં આવે તો, બન્ને મુખ્ય રાજકિય પક્ષ ભાજપ અને કોંગ્રેસના ફાળે એક એક બેઠક આવે. ભૂતકાળમાં આ પ્રકારે બે બેઠકો માટે બહાર પડાયેલા નોટીફિકેશનને કોંગ્રેસના
પરાજીત ઉમેદવાર ગૌરવ
પંડ્યાએ સુપ્રિમકોર્ટમાં પડકાર્યું છે.

Download Our B K News Today App



Related News