ડીસાના દિનેશ અનાવાડિયા અને પોરબંદરના વતની રામભાઈ મોકરીયા રાજ્યસભાના ઉમેદવાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-17 11:13:16
  • Views : 308
  • Modified Date : 2021-02-17 11:13:16

રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં ડીસાના દિનેશભાઈ પ્રજાપતિ અને પોરબંદરના વતની તેમજ રાજકોટમાં રહેતા રામભાઈ મોકરીયાને ટિકિટ આપવામાં આવી છે.  
બનાસકાંઠા માટે ગૌરવરૂપ સમાચાર મંગળવારે મળ્યા હતા. ડીસાના વતની અને
ગુજરાત ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ દિનેશ અનાવાડિયા (પ્રજાપતિ) ને રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અનાવાડિયા ગુજરાત રાજ્ય એસ.ટી નિગમના પૂર્વ ડિરેક્ટર પદે પણ રહી ચૂક્યા છે. તેમની પસંદગી રાજ્યસભાના ઉમેદવાર તરીકે થતાં
બનાસકાંઠા, ડીસા અને પ્રજાપતિ સમાજમાં ખુશીખી લહેર પ્રસરી છે. જ્યારે બીજા પોરબંદરના વતની અને રાજકોટ રહેતા મારૂતિ કુરીયરના ચેરમેન રામભાઈ મોકરીયાને પસંદ કરાયા છે. રાજ્યસભામાં
ગુજરાતની કુલ ૧૧ બેઠકો છે. જેમાં ૭ બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે છે.
તાજેતરમાં જ રાજ્યસભાના સાંસદ રહેલા કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજનું નિધન થતા આ બેઠકો ખાલી પડી હતી. જેના માટેની ચૂંટણી પહેલી માર્ચના સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધી મતદાન યોજાનાર છે. અત્રે ઉલ્લેખનિય છે કે, દિનેશ અનાવાડિયાએ ૧૯૮૧ અને ૧૯૮૪ માં ડી.એન.જે આદર્શ હાઈસ્કૂલ અને ડી.એન.પી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. આ બંન્ને શૈક્ષણિક સંસ્થાઓના તેઓ વિદ્યાર્થી રહી ચૂક્યા છે.

Download Our B K News Today App



Related News