રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયાજીનું કોરોના દરમ્યાન કરેલ સેવા બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સન્માન થયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-08 13:21:54
  • Views : 227
  • Modified Date : 2021-08-08 13:21:54

     રાજ્યસભા સાંસદ અને બ્રહ્મઅગ્રણી રામભાઈ મોકરીયાજીનું કોરોનાકાળમાં તેમને કરેલ સેવા બદલ લંડન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત સહીત સમગ્ર વિશ્વ જયારે કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે ત્યારે ગુજરાતમાં વિવિધ જગ્યાએ લોકો પોતાની શક્તિ પ્રમાણે અને તેનાથી પણ વધારે મદદ કરી રહ્યા છે. ત્યારે રાજ્યસભા સાંસદ અને બ્રહ્મ અગ્રણી  રામભાઈ મોકરીયાજી શક્ય હોય ત્યાં તમામને મદદ કરીને ક્યાંકને ક્યાંક લોકોની જિંદગી બચાવી રહ્યા છે. અને સેવા પરમો ધર્મના સૂત્રને સાર્થક કરી માનવધર્મ નિભાવી રહ્યા છે. આ તબક્કે લંડન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા રામભાઈ મોકરીયાજીની સમાજ પ્રત્યેની સેવા અને પ્રતિબદ્ધતા બદલ સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. સંસ્થાના યુરોપના પ્રેસિડેન્ટ વિલિયમ ઝેચલર, ભારતના પ્રેસિડેન્ટ સંતોષ શુક્લ, ગુજરાતના પ્રેસિડેન્ટ અશ્વિનભાઈ ત્રિવેદી, નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ દિવ્ય ત્રિવેદી દ્વારા રાજ્યસભા સાંસદ અને બ્રહ્મઅગ્રણીનું સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવેલ અને તેમની સેવાઓની પ્રશંસા કરેલ.

Download Our B K News Today App



Related News