રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે ઢુંવા ગામની મુલાકાત લીધી : ગ્રામીણ વિસ્તારના લોકોની સેવાને બિરદાવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-23 12:19:29
  • Views : 273
  • Modified Date : 2021-05-23 12:19:29

     કોરોનાવાયરસ ની મહામારી સમગ્ર ભારત દેશને હચમચાવી દીધું હતું શરૂઆતના તબક્કામાં કોરોનાવાયરસ ની મહામારી અનેક લોકોને પોતાના સકંજામાં લીધા હતા ખાસ કરીને સૌપ્રથમ શહેરી વિસ્તારમાં સૌથી વધુ કોરોનાવાયરસ ના કેસો સામે આવ્યા હતા જેના કારણે શહેરી વિસ્તારની પરિસ્થિતિ બેકાબૂ બની હતી જે પણ રસ્તા ઉપર જુઓ ત્યાં માત્ર કોરોના દર્દીઓ જોવા મળતા હતા જે બાદ ધીમે ધીમે શહેરી વિસ્તાર બાદ ગ્રામીણ મા પણ સતત કોરોનાવાયરસ ના કેસ વધતા ગયા હતા વધતા જતા કોરોનાવાયરસ ના કેસ ના કારણે ગ્રામીણ વિસ્તારના લોકોને સમયસર શહેરી વિસ્તારોમાં સારવાર પણ મળતી હતી જેના કારણે અનેક લોકોના મોત પણ નીચે હતા ત્યારે પરિસ્થિતિને પહોંચી વળવા માટે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના ગામોમાં ગ્રામજનો દ્વારા સ્વખર્ચે હોસ્પિટલો શરૂ કરવામાં આવી હતી. અને તમામ સુવિધાઓ કોરોના દર્દીઓ ને પોતાના ગામમાં આપવામાં આવી હતી.


     વખતે કોરોના વાયરસે શહેરો ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં પણ તેનો કહેર વરસાવ્યો હતો અને કોઈ ગામ કે શહેર બાકી નહિ હોય કે જ્યાં કોરોનાએ તેનો પંજો જમાવ્યો હોય, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ વખતે કોરોનાએ ગ્રામીણ વિસ્તારમાં ભરડો લેતા લોકોની હાલત કફોડી બની હતી. અને કોરોનાની ચેન ને તોડવા માટે ગામડાના લોકો પુરી તૈયારીઓ કરી છેજે અંતર્ગત ડીસા તાલુકાના ઢૂવા ગામમાં પણ સરપંચગ્રામજનો અને જાગૃત યુવાનોની ટીમ સાથે મળી ગામમાં આવેલી શાળામાં કોવિડ કેર સેન્ટર ઉભુ કર્યું હતું. જ્યાં એક સાથે 50 જેટલા દર્દીઓ અત્યારે સારવાર લઇ રહ્યા છેરાજ્ય સભાના સાંસદ જુગલજી ઠાકોરે આજે ઢુવા ખાતે આવેલ લોકભાગીદારીથી ચાલી રહેલા કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી જ્યાં તેઓએ લોકો દ્વારા દર્દીઓની કરવામાં આવી રહેલી સેવા નું જાત નિરીક્ષણ કર્યું હતો તેમજ દર્દીઓના હાલચાલ પૂછ્યા હતા સાથે સાથે ગામલોકો દ્વારા કોવિડ કેર સેન્ટરમાં રહેવાની, ઓક્સિઝન ની બોટલ ની સુવિધા તેમજ જમવાની પણ સુવિધા સાથે દર્દીની ખૂબ કેર રાખવામાં આવી રહી હોવાનું નિહાળી સાંસદે કોરોના મહામારી માં વોરિયર્સ બનેલા ગ્રામીણ વિસ્તારના લોકોની સેવાને બિરદાવી હતી.

Download Our B K News Today App



Related News