રાજયસભાના MP અભય ભારદ્વાજનો પાર્થિવદેહ રાજકોટ સ્થિત નિવાસસ્થાને પહોંચ્યો, મુખ્યમંત્રી વિજય રૂપાણી અંતિમ દર્શન માટે પહોંચ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-02 13:54:10
  • Views : 267
  • Modified Date : 2020-12-02 13:54:10

    બપોરે 1થી 3 એમ બે કલાક પાર્થિવદેહને રાજકોટ ખાતે અંતિમ દર્શન માટે મુકવામાં આવશેરાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો પાર્થિવ દેહ ચેન્નઈથી અમદાવાદ એરપોર્ટ પર લાવવામા આવ્યો હતો. ત્યારબાદ અમદાવાદથી બાય રોડ તેમના દેહને રાજકોટ તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાને પહોંચી ગયા છે. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા ઘરની બહાર રસ્તા પર ખુરશીઓ મુકી રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ઘરે ફૂલોથી શણગારેલી શબવાહિની પણ પહોંચી ગઈ છે.કોવિડ ગાઈડલાઈન મુજબ તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બપોરે 1થી 3 એમ બે કલાક માટે રાજકોટ ખાતે અંતિમ દર્શન માટે મુકવામાં આવશે અને ત્રણ વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યો અંતિમદર્શન માટે હાજર રહેશે.અભય ભારદ્રાજના પાર્થિવ દેહને બે વાગ્યે અમીન માર્ગ પર આવેલા તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રખાશે. અંતિમ દર્શન કરવા મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. કાલાવડ રોડ પર આવેલા મોટામૌવા સ્મશાનગૃહ ખાતે અંતિમ વિધી કરાશે. અંતિમ યાત્રામાં માત્ર પરિવારજનોની ઉપસ્થિતિ રહેશે.

    માત્ર એક જ સપ્તાહના ગાળામાં ગુજરાતની બેઠક પરથી રાજ્યસભામાં ચૂંટાઇ આવનારા બીજા સાંસદ અભય ભારદ્વાજનું હૃદયરોગના હુમલાને કારણે મંગળવારે અવસાન થયું છે. તેઓ જૂન મહિનામાં જ ભાજપની ટિકિટ પરથી ચૂંટાઇ આવ્યા હતા. આ અગાઉ ગયા મંગળવારે કોંગ્રેસના રાજ્યસભામાં સાંસદ અહેમદ પટેલના અવસાનથી એક બેઠક ખાલી પડી હતી, ત્યાં ભારદ્વાજના નિધનથી હવે ગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠક ખાલી પડી છે.રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડે જણાવ્યું હતું કે, સમાજ સેવામાં સદા અગ્રેસર, તેજસ્વી અને તીક્ષ્ણ બુદ્ધિમતા ધરાવતા પ્રતિષ્ઠિત ધારાશાસ્ત્રી ગુમાવ્યાનું ખૂબ દુઃખ થયું છે. ભારતના 21માં લો કમિશનના સભ્ય તરીકે સ્વ. અભયભાઈ ભારદ્વાજે દેશ માટે ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવી હતી. ધારાશાસ્ત્રી તરીકેની કારકિર્દી શરૂ કરતા પહેલા તેઓએ રાજકોટમાં પત્રકાર તરીકે પણ કામગીરી કરી હતી. વિદ્વાન અને ધારાશાસ્ત્રી તરીકેની ઝળહળતી કારકિર્દી દરમિયાન તેઓના માર્ગદર્શન હેઠળ અનેક યુવા ધારાશાસ્ત્રીઓ કાયદાના ક્ષેત્રમાં નિપૂણ બન્યા છે.બે બેઠક ખાલી પડી હોવાથી રાજ્યસભાની ચૂંટણીમાં જીતવા જરૂરી મતોની ગણતરી પ્રમાણે હાલ ઉમેદવારને જીતવા માટે 61 મત જોઈએ. હાલ ભાજપ પાસે 111 ધારાસભ્ય છે અને તેમને જીતવા માટે હજુ બીજા 11 ધારાસભ્યો જોઇએ, જ્યારે કોંગ્રેસ પાસે 65 ધારાસભ્ય છે અને તે એક બેઠક જીતવા માટે પૂરતા છે.રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ ભાઈના હુલામણા નામથી જાણીતા હતા. મુખ્યમંત્રીના કોલેજકાળથી તેઓ મિત્ર હતા. અભય ભારદ્વાજ નરેન્દ્ર મોદી અને અમિત શાહના અનેક કેસોમાં કાનૂની સલાહકાર રહી ચૂક્યા છે. મુખ્યમંત્રીના ડર્ટી ડઝન ગ્રુપના સભ્ય હતાં. જે 12 મિત્રોનું ગ્રુપ છે. ભાજપના ટ્રબલ શૂટરની ભૂમિકામાં રહેતા અભય ભારદ્વાજ ભાજપના પડદા પાછળના કિંગ મેકર રહ્યાં છે. અભય ભારદ્વાજ વિદ્યાર્થીકાળથી તેઓ સંઘ સાથે સંકળાયેલા હતા.


Download Our B K News Today App



Related News