રાજુલાનો ધાતરવડી-2 ડેમ સતત બીજીવાર થયો ઓવરફ્લો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-09 16:08:46
  • Views : 120
  • Modified Date : 2023-07-09 16:08:46

 અમરેલી પંથકમાં અવિરત મેઘમહેર થઈ રહી છે. જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. જિલ્લાની અનેક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે, અનેક જળાશયો ઓવરફ્લો થયો છે. રાજુલાનો ધાતરવડી- 2 ડેમ સતત બીજીવાર ઓવરફ્લો થયો છે. હાલ ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના પગલે રાજુલાના ડેમ આસપાસના 10 ગામોને હાઈએલર્ટની સૂચના આપવામાં આવી છે. અમરેલીમાં ભારે વરસાદ બાદ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે.લાઠીની ગાગડિયા નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા છે. જે બાદ ગાગડિયા નદીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે. લાઠી પાસેના રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા છે. જો ભારે વરસાદ પડશે તો લોકોને વધુ હાલાકી પડી શકે છે. વરસાદના બીજા રાઉન્ડમાં જ નદી નાળા પર પાણી ફરી વળ્યા છે.

Download Our B K News Today App



Related News