ડીસા શહેરના વેલુનગર વિસ્તારમાં રહેતા અને રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય રાજુલા બેન દેસાઈ નું દિલ્હી ખાતે ખાસ સન્માન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-09 11:56:23
  • Views : 405
  • Modified Date : 2022-03-09 11:56:23



આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સમગ્ર ભારતભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત વિવિધ સંસ્થાઓ અને વિવિધ સંગઠનો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ ક્ષેત્રે જોડાયેલી મહિલાઓ નું ખાસ આજે સન્માન કરવામાં આવી રહી છે જે અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે દિલ્હીની પ્રતિષ્ઠિત 11 મહિલાઓનું દિલ્હી ખાતે સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ડીસા ના વતની અને રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્ય ડો રાજુલા બેન દેસાઈ નું વિશેષ સન્માન કરાયું હતું દિલ્હી રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ માનવ અધિકાર સંસ્થા અને ભાગીદારી જન સહયોગ સમિતિ દિલ્હી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે દિલ્હીની પ્રતિષ્ઠિત 11 મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી જેમાં ડીસા ના વતની અને રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્ય ડો રાજુલા બેન દેસાઈ નું મહિલા સશક્તિકરણ એવોર્ડ 2022 થી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ડૉ રાજુલા બેન દેસાઈએ એવોર્ડ મેળવી દિશા ગુજરાતી સમાજ બનાસકાંઠા સહિત માલધારી સમાજનું ગૌરવ વધારતા સમાજ અને ડીસા વાસીઓએ પણ તેમને શુભકામનાઓ પાઠવી હતી

Download Our B K News Today App



Related News