ડીસા નગરપાલિકાના પાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કરનું લાડી સમાજ દ્વારા સન્માન કરાયું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-22 12:29:11
  • Views : 296
  • Modified Date : 2021-09-22 12:29:11

     આજરોજ ડીસા નગરપાલિકાના પાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કરનું લાડી સમાજ દ્વારા સન્માન કરાયું હતું. ડીસા નગરપાલિકાની યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોર્ડ નંબર 6 માંથી ચૂંટાયેલા રાજુભાઈ ઠક્કર દ્વારા જ્યારથી નગરપાલિકામાં પ્રમુખપદ સંભાળવામાં આવી છે ત્યારથી ડીસા શહેરના અનેક વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે ભાજપ શાસિત નગરપાલિકામાં રાજુભાઈ ઠક્કર હાલમાં પ્રમુખ પદે છે અને તેમના શાસનકાળ દરમિયાન ડીસા શહેરના મોટાભાગના વિસ્તારોમાં વિકાસના કામો થતા વિવિધ સંગઠનો અને સ્થાનિક લોકો દ્વારા તેમનું સન્માન કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે ડીસા શહેરમાં વસતા અખીલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયત દ્વારા ડીસા શહેરમાં એક પંચાયત ની નવીન ચુંટણી અને જનરલ બોર્ડની બેઠક યોજાઇ હતી જેમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને પાલિકા સદસ્ય ગોવિંદભાઇ માખીજનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ દેવીદાસ કેવલાણી ઉ પ્રમુખ પ્રકાશ આસનાની નારાયણ ભાઈ પવાણી પરેશ કેવલાણી દેવીદાસ પવાણી સહિત સમાજ ના ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.સાથો સાથ ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા હજુપણ આગળ શહેરના વિકાસ માટે કામ કરે તેવી શુભકામનાઓ આપવામાં આવી હતી

Download Our B K News Today App



Related News