વિકાસના કામો નહિ થાય તો થરાદ નપાના બે સદસ્યો રાજીનામું આપશે તથા ઉગ્ર રજૂઆત કરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-12 11:09:38
  • Views : 459
  • Modified Date : 2019-06-12 11:09:38

થરાદ નપામાં ચીફ ઓફિસર અને
પ્રમુખ-ઉપપ્રમુખના
અધ્યક્ષસ્થાને સામાન્ય સભા યોજવામાં આવી હતી. જેમાં ભાજપ શાસિત બોડીમાં
વિકાસના કામો અટકાવાથી જ ભાજપના જ સદસ્યે રાજીનામું આપવાની ધમકી આપી હતી. તેમજ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીશું તેવું જણાવ્યું હતું. જેમાં સામાન્ય સભામાં થરાદ શહેરમાં થતી ગંદકી અને ભૂગર્ભ ગટરો જેવા પ્રશ્નનો હલ થવા પામ્યો ન હતો. તેમજ વોર્ડ નં ૬ના સદસ્ય અને ભાજપ પરથી ચૂંટાયેલા કોકીલાબેન પ્રજાપતિએ ઉભરાતી ગટરોની વારંવાર રજૂઆત કરી હતી. છતાં કાર્યવાહી ન થતાં પ્રમુખ ઉપર રોષ ઠાલવ્યો હતો અને ભાજપના સદસ્ય નર્ણદાબેન રાઠોડે લાઇટો નાખવાની રજૂઆત કરવા છતાં કામગીરી હાથ ધરાઇ ન હતી. તથા તેમણે સામાન્ય સભામાં રાજીનામાની ચિમકી ઉચ્ચારી હતી. તેમજ વિકાસના કામોને લઇને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. તેમજ વિરોધ પક્ષના સદસ્ય રમેશભાઇ રાજપૂતે ઉભરાતી ગટરો તેમજ ખુલ્લી ગટરોમાં થતી ગંદકી અને ભીલવાસમાંથી વરસાદી પાણીના નિકાલની સમસ્યાઓ માટે પણ પ્રમુખ અને સતાધીશોને ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News