રિક્ષાના દંડમાં ધરખમ વધારો પરત ખેંચવા પાલનપુરમાં રજૂઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-13 12:09:58
  • Views : 477
  • Modified Date : 2019-09-13 12:09:58

ગુજરાત સરકાર દ્વારા
તાજેતરમાં આર.ટી.ઓ દંડના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જેમાં રિક્ષાના દંડમાં કરાયેલા ધરખમ વધારાને પરત ખેંચવા સહિતની માંગણીઓને લઇ બનાસકાંઠા જિલ્લા ઓટોરિક્ષા સંઘર્ષ સમિતિ દ્વારા ગુરૂવારે કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લા ઓટોરિક્ષા સંઘર્ષ સમિતિ દ્વારા ગુરૂવારે કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. જેમાં જણાવાયું હતુ કે, રિક્ષાના દંડમાં કરાયેલો વધારો અયોગ્ય છે. રિક્ષાની પોઝીસન અને રિક્ષા ચલાવવાની
કેપીસીટી જોઇને દંડ કરવો જોઇએ. આ અંગે ફેર વિચારણા કરવામાં આવે તેવી માંગણી છે. આ ઉપરાંત તારીખ ૧૬-૦૪-૨૦૧૮ના પરિપત્રમાં ઉલ્લેખ છે કે, ૭૫૦૦ કિલો વજનની ગાડી ચલાવવા સુધી ટેક્ષી બેજની જરૂર નથી. પરંતુ ગુજરાતની આર.ટી.ઓ. કચેરીના  કમ્પ્યુટરના સોફટવેરમાંથી આ ઓપ્શન દૂર કરવામાં આવ્યું નથી. તેમાં ધોરણ ૮ પાસનું સ્કુલ સર્ટી અને ફરજ પરના આર.ટી.ઓ. સ્કુલ વેરીફિકેશનની માંગણી કરી પોલીસ મેમા પણ આપે છે. જેથી ઉપરોકત પરિપત્રનો અમલ કરવામાં આવે, તેમજ નિરક્ષર વ્યકિતને લાયસન્સ આપવાનો નિર્ણય કરાયો છે. ત્યારે આવા વ્યકિતઓ કમ્પ્યુટરની પરીક્ષા આપી શકે તેમ ન હોઇ પરીક્ષા રદ કરવામાં આવે તેવી પણ માંગણી છે. આવેદન આપતી વખતે રિક્ષા એસોસિએશનના પ્રમુખ સાજીદ એમ. મકરાણી, ઉપપ્રમુખ અવનીશ યાદવ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


Download Our B K News Today App



Related News