પાલનપુર નગરપાલિકા કચેરીએ રજૂઆત કર્યા બાદ તંત્ર જાગ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-05 11:44:40
  • Views : 408
  • Modified Date : 2020-06-05 11:44:40

પાલનપુરના મફતપુરા વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં દર વર્ષે પાણી ભરાઈ જવાના કારણે લોકોના ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરી પણ
પાણીમાં તણાઈ જતા ભારે નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે. ત્યારે આ બાબતે મફતપુરા વિસ્તારના રહીશોનું ટોળું નગરપાલિકા કચેરીએ ધસી આવ્યું હતું અને ધરણા કરી આ બાબતે રજૂઆત કરતાં પાલિકા પ્રમુખે કામગીરી શરૂ કરવાની ખાતરી આપ્યા બાદ આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કામગીરી માટે
પાઇપો મંગાવી કામગીરીનો પ્રારંભ કરાતાં રહીશોએ રાહત અનુભવી હતી.
પાલનપુરના મફતપુરા વિસ્તારમાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાઇ જતું હોય મોટી પાઇપલાઇન નાખવા બાબતે આ વિસ્તારના જાગૃત નાગરિક દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ જિલ્લા કલેક્ટરના આદેશ છતાં નગરપાલિકા દ્વારા આ બાબતે ઢીલી  નીતિના કારણે કામકાજ પર ધ્યાન આપવામાં આવતું નહોતું. ત્યારે મફતપુરા વિસ્તારમાં મોટી પાઇપલાઇન નાખવાની કામગીરી ખોરંભે ચડાવી દેવાતાં આગામી ચોમાસાની ઋતુમાં પણ વરસાદી પાણી ભરાઇ રહેવાથી આ વિસ્તારના લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે તેવી સંભાવના વચ્ચે ચોમાસાની ઋતુ પહેલા આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે મોટી
પાઇપલાઇન નાખવાની કામગીરી તાકીદે હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી હતી. ચોમાસાની ઋતુ દરમિયાન આ વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાઇ જતું હોવાથી લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાથી ઘરવખરી સહિતની ભારે નુકસાની વેઠવી પડે છે. ચાલુ વર્ષે પણ ચોમાસાની ઋતુમાં ફરીથી લોકોને આ મુશ્કેલી પડે તેમ હોઇ આ વખતે પણ સમસ્યા ન સર્જાય તે માટે આ વિસ્તારના રહીશોનું ટોળું મોટી સંખ્યામાં નગરપાલિકા કચેરીએ આવી પહોંચ્યું હતું અને નગર
પાલિકાના પ્રમુખ સમક્ષ રજૂઆત કરતાં પાલિકા પ્રમુખે કામગીરી શરૂ કરવાની ખાતરી આપી હતી. દરમ્યાન મફતપુરા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કામગીરી માટે
પાઇપો ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવતા હવે વરસાદી પાણીના નિકાલનો નિવેડો આવે તેમ જણાતા રહીશોએ રાહત અનુભવી છે.

Download Our B K News Today App



Related News