પાટણના રેલવે પ્રશ્નોની કેન્દ્રીય રેલવે મંત્રી સમક્ષ રજૂઆત કરતા પાટણ સાંસદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-11 11:26:01
  • Views : 267
  • Modified Date : 2021-03-11 11:26:01

પાટણના સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રીને રૂબરૂ મળી પાટણના રેલવેના
પડતર પ્રશ્નો બાબતે વિગતવાર ચર્ચા કરી પાટણ વાસીઓની રેલવેની સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ આવે તે માટે રજૂઆત કરી હોવાનું પાટણ સાંસદના અંગત મદદનીશ ચિંતન પ્રજાપતિએ જણાવ્યું હતું.
પાટણ સાંસદ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી સમક્ષ કરાયેલી
પાટણના રેલવે બાબતોની ચર્ચા અંતર્ગત તેઓ દ્વારા પાટણ-અમદાવાદ વચ્ચે અગાઉ બે ટાઈમ ચાલતી ડેમુ ટ્રેન પુનઃ શરૂ કરવા તેમજ પાટણ-મહેસાણા વચ્ચે બે ટાઈમ લોકલ ટ્રેન જે ચાલુ હતી તે પણ પુનઃ શરૂ કરવા તેમજ લોકડાઉન અગાઉ પાટણ અમદાવાદ વચ્ચે અઠવાડિયામાં બે દિવસ લોકલ ટ્રેન પણ ચાલતી હતી જે રોજે રોજ ચાલુ કરવા અને અગાઉ
પાટણથી અમદાવાદ કાલુપુર સુધી જતી બધી ટ્રેનો કે જે હાલમાં ટૂંકાવી દેવામાં આવી હોય જેના કારણે રેલવે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે.  જે તમામ ટ્રેનો અમદાવાદ
કાલુપુર સુધી ફરીથી ચાલુ કરવાની સાથે સાથે પાટણ-ભીલડી વચ્ચેની નવી લાઇન નંખાયાને બે વર્ષ જેટલો સમય થયો છે. પરંતુ પાટણ-ભીલડી વચ્ચે હજી એક પણ લોકલ ટ્રેન શરૂ કરવામાં આવી ન હોવાથી જેના કારણે વચ્ચે આવતા સ્ટેશનોને આઝાદીના ૭૪ વર્ષ બાદ પણ રેલ સુવિધાનો લાભ મળતો ન હોય તો ભીલડી
પાટણ-મહેસાણા વચ્ચે સત્વરે બે ટાઈમ લોકલ ટ્રેન સેવા શરૂ કરવા સહિત રેલવેના ૧૪ જેટલા વિવિધ પ્રશ્નોની
પાટણના સાંસદ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી સમક્ષ ધારદાર રજૂઆત કરી રેલવેના પ્રશ્નો બાબતે વિચાર વિમર્શ કરાયો હોવાનું પાટણ સાંસદના પાટણ ખાતેના અંગત મદદનીશ ચિંતન પ્રજાપતિએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News