ગુલબાણીનગરના રહીશોએ પોલીસ અને નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-20 11:01:15
  • Views : 391
  • Modified Date : 2020-02-20 11:01:15

ડીસા શહેરના ગુલબાણીનગરમાં ગંદકીના મુદ્દે સ્થાનિક રહીશો અને બિલ્ડર વચ્ચે ઘણાં સમયથી ગજગ્રાહ ચાલી રહ્યો છે. ત્યારે મંગળવારે નગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી શરૂ કરતા હોબાળો મચી જવા પામ્યો હતો. જેથી બિલ્ડરના માણસો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ડીસા નગરપાલિકા અને ઉત્તર
પોલીસને રજૂઆત કરવામાં આવી છે. ગુલબાણીનગરમાંથી પસાર થતાં ૧૦૦ ફૂટના રોડ ઉપર ગટરના ગંદા પાણીથી થતી ગંદકીની સમસ્યાના કાયમી ઉકેલ માટે સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકાથી લઈ છેક મુખ્યમંત્રી સુધી લેખીત રજૂઆતો કરવામાં આવી છે. સોસાયટીના રહીશોની રજૂઆતને પગલે મંગળવારે ડીસા નગરપાલિકાની ટીમ સાફસફાઈ માટે આવી પહોંચી હતી. જે દરમ્યાન સ્થાનિક રહીશો અને બિલ્ડરના માણસો વચ્ચે ચકમક ઝરી હતી. જો કે મામલો ઉગ્ર બને તે પહેલાં પોલીસે સ્થળ પર પહોંચી જઇ મામલો થાળે પાડયો હતો.
બુધવારે ગુલબાણીનગરના રહીશોએ ડીસા શહેર ઉત્તર પોલીસ અને ડીસા નગરપાલિકા કચેરી ખાતે પહોંચી પાલિકાની કામગીરીમાં અડચણરૂપ બનતા પુનમચંદ ચુનાજી માળી, મનુભાઇ ઉફે કાળુભાઇ ઠાકોર (આસેડાવાળા) સામે પોલીસ કાર્યવાહી કરવા લેખીત રજૂઆત કરવામાં આવી છે. આ અંગે મુખ્ય અધિકારી ઉપેન્દ્ર ગઢવીએ જણાવ્યું હતું કે, સફાઇની કામગીરી ચાલી રહી છે અને જયાં પાણી ભરાયું છે ત્યાં માટી નાંખવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News