લાખણીમાં લેબોરેટરીમાં અલગ અલગ રીપોર્ટ આવતા રજૂઆત કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-16 11:58:54
  • Views : 468
  • Modified Date : 2019-11-16 11:58:54

તાલુકા મથક લાખણીમાં આરોગ્ય વિભાગની રહેમનજર રહેલી હોય તેવું અનેક સમયથી લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે. મુખ્ય હાઇવે રોડ ઉપર ડોકટરના નામના બોર્ડ લગાવીને અન્ય લોકો ધૂમ પ્રેક્ટિસ કરી રહ્યા છે જેના નામનું બોર્ડ લગાવવામાં આવ્યું હોય છે એ તો હાજર હોતા નથી એવું પણ ચર્ચાઈ રહ્યુ છે તેમ છતાં આરોગ્ય વિભાગને આ બધું દેખાતું હોતુ નથી કે
પછી તેમની રહેમનજર હેઠળ ચાલે છે તેવા સવાલ થઈ રહ્યા હતા.  ત્યારે હાલના તબક્કામાં ડેન્ગ્યુ- ડીપ્થેરિયા અને વાઇરલ ફિવરે સમગ્ર લાખણી તાલુકાને બાનમાં લીધો છે, રોગચાળો ફાટી નીકળ્યો છે, દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. ગામડાઓમાં બની બેઠેલા બોગસ ડોક્ટરોના ત્યાં પણ દર્દીઓની લાઈનો લાગેલી રહે છે. ત્યારે સ્વાભાવિક રીતે દવા કરતાં પહેલાં ડોક્ટર અને દર્દી લોહીના રીપોર્ટ કરાવે છે અને એના આધારે સારવાર કરાવે છે. લાખણીમાં આવેલ લેબોરેટરીમાં રીપોર્ટ અલગ અલગ આવે છે. તેવી મૌખિક રાડ લોકો કરતા આવે છે.  તાજેતરમાં
એમ.જે.પટેલ નામના
અરજદાર કષ્ટભંજન નામની લેબોરેટરીમાં વિડાલનો રીપોર્ટ કરાવ્યો જે પોઝીટીવ આવ્યો અને ત્યારબાદ તેણે અન્ય શ્રીજી અને સૂર્યા નામની લેબોરેટરીમાં પણ વિડાલનો રીપોર્ટ કરાવતાં તે નેગેટિવ આવ્યો હતો જેના કારણે દર્દીને શંકા થઈ રહી હતી કે સાચી લેબોરેટરી કઈ ? આથી લાખણીમાં કાર્યરત ૩ એ લેબોરેટરીની આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે અને ક્લોઇફાઇડ સ્ટાફ અને અત્યાધુનિક મશીનરીથી આ લેબોરેટરી ચાલે છે કે પછી સેટિંગથી આ લાલીયાવાડી ચાલી રહી છે જેની તપાસ કરવામાં આવે તેવી રજૂઆત આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે તેવી લેખિત માંગ કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News