ટેટ-૨ પાસ ઉમેદવારોની ભરતી કરવા રજૂઆત કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-22 11:29:42
  • Views : 450
  • Modified Date : 2020-01-22 11:29:42

ગુજરાત રાજયમાં પ્રાથમિક શાળા શિક્ષક બનવા માટે ટેટ-૨ પરીક્ષા પાસ કરવી ફરજીયાત છે. રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ-૨ પરીક્ષાનું આયોજન ઓગસ્ટ ૨૦૧૭ માં કરવામાં આવ્યું હતું જેમાં ૫૦ હજાર કરતા વધુ ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે. જેમાં ગણિત, વિજ્ઞાનના ૮૬૧૩, ભાષામાં ૧૮૯૨૯ અને સામાજિક વિજ્ઞાનમાં ૨૩૩૫૫ ઉમેદવારો ઉત્તીર્ણ થયા હતા.
રાજયમાં પ્રાથમિક શાળામાં ૩૧-૮-૧-૨૦૧૮ના પ્રાથમિક શાળાના મહેકમ અનુસાર ધોરણ ૬ થી ૮માં ૧૧૬૬૪ ખાલી જગ્યાઓ બતાવવામાં આવેલ છે. જેમાં ગણિત, વિજ્ઞાન, ભાષા અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવેલ છે.
શિક્ષણ વિભાગ દ્વારા ૧૫-૧૦-૨૦૧૮ના રોજ ધોરણ ૬થી ૮માં ૩૨૬૨ જગ્યાઓ પર ભરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અન્ય વિષયની તુલનામાં ભાષા અને સામાજિક વિજ્ઞાન વિષયના ઉમેદવારો સહુથી વધુ પ્રમાણમાં બેરોજગાર રહ્યા છે. હાલમાં આ બેરોજગારની સંખ્યા ૪૭ હજાર જેટલી છે અને હાલમાં ધોરણ ૬ ૮માં ૮ હજાર કરતા વધુ જગ્યાઓ ખાલી છે.૨૯-૬-૨૦૧૯ના રોજ વિદ્યાસહાયક ભરતી સંદર્ભ મુખ્યમંત્રીને કરવામાં આવેલ રજૂઆત સંદર્ભે શિક્ષણ વિભાગના પ્રત્યુત્તરમાં જાણ કરવામાં આવેલ છે કે સરકારના ભરતી કેલેન્ડર મુજબ ધોરણ ૬થી ૮માં દર વર્ષે ૨૦૦૦ વિદ્યાસહાયક ભરતી કરવાની મંજૂરી મળેલ છે અને ૩૧-૮-૨૦૧૯ના મહેકમ મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમને આજે ૪ મહિના કરતા વધુ સમય વીતી ગયો છતાં ભરતીની જાહેરાત કરવામાં આવી નથી.  ૨૩-૧૧-૨૦૧૯ના રોજ શિક્ષણ મંત્રી દ્વારા ૩૦૦૦ હજાર વિદ્યાસહાયકની ભરતી દિવાળી પછી હાથ ધરાશે એવું કહેવામાં આવ્યું હતું તેમને પણ આજે ૩ મહિના જેટલો સમય વીતી ગયો છતાં ભરતીની જાહેરાત કરવામાં આવેલ નથી. તેથી ટેટ-૨ પાસ બેરોજગાર ઉમેદવારો ફરી એકવાર રજૂઆત કરીયે છીએ કે વહેલામાં વહેલી તકે અમારી ભરતી કરવામાં આવે અને અમને ન્યાય આપવામાં આવે જેથી કરીને જે ઉમેદવારની ઉંમર મર્યાદા પૂર્ણ થવાની છે એમને પણ નોકરીનો લાભ મળે.
રાજયમાં ટેટ-૨ પાસ ઉમેદવારની સંખ્યા વધુ હોવાથી દરેક વિષયને સમાન ન્યાય આપી ૫૦૦૦ જેટલી ભરતી કરવામાં આવે તો રાજયના ટેટ-૨ પાસ ઉમેદવારો જે ખુબ મહેનત કરીને સારા માર્ક લાવ્યા છે એમને ન્યાય મળે. આપ અમારી માંગને ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરશો એવી  આપને નમ્ર ભાવે રજૂઆત કરીયે છીએ.

Download Our B K News Today App



Related News