ધાનેરાના ધાખા ગામે લીલા ઝાડ કાપી નાંખતા કરાઇ રજૂઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-11 11:10:51
  • Views : 648
  • Modified Date : 2019-07-11 11:10:51

ધાનેરા તાલુકાના ધાખા ગામે સર્વે નંબર ૨૫૬ માં વાડમાં ઉભેલા ૧૦ થી ૧૫ ઝાડવા વગર મંજૂરીએ તેમજ દાદાગીરીથી કાપી દેવામાં આવતા ત્રણ લોકો સામે પગલાં ભરવા માટે ધાનેરા મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવતા આવા માથાભારે ઇસમો સામે તપાસ કરવા માટે મામલતદારે સર્કલ ઓફિસરને આદેશ કર્યો છે.
એક તરફ આ કાળઝાળ ગરમી અને પર્યાવરણને બચાવવા માટે સરકાર દ્વારા અથાગ પ્રયત્નો કરીને વૃક્ષો બચાવવા માટે અથાગ મહેનત કરવામાં આવે છે. તેમજ વન મહોત્સવ ઉજવવામાં આવી રહ્યા છે. ત્યારે ધાનેરા તાલુકાના ધાખા ગામે કણબી મોહનભાઇ માદેવાભાઇ પટેલના ખેતરના સેઢામાં ઉભેલા ૨૦ થી ૨૫ વર્ષ જુના ઝાડને ધાખા ગામના રહીશ અને તેમના સેઢા
પાડોસીએ આવા ઝાડ કાપવા માટે જે.સી.બી. લાવીને ઝાડ
પાડવાની શરૂઆત કરતા મોહનભાઇ પટેલે આવા જુના ઝાડ પાડવાની ના પાડેલ. પરંતુ તે કોઇની પણ વાત સાંભળ્યા વગર આવા ૧૫ થી ૨૦ ઝાડ જડમુળમાંથી ઉખેડીને ફેંકી દેવામાં આવતા મોહનભાઇ
પટેલે ધાનેરા મામલતદાર તેમજ પોલીસ અધિકારીને આ બાબતે તપાસ કરીને ગેરકાયદેસર ઝાડ કાપવામાં મદદગારી કરનાર અને કાપનાર ત્રણ ઇસમો (૧) મોર જોઇતાભાઇ રણછોડભાઇ (૨) મોર કાળાભાઇ રત્નાભાઇ (૩) મોર ભુરાભાઇ ગણેશભાઇ તમામ રહે. ધાખાવાળા સામે લેખિતમાં ફરિયાદ આપતા ધાનેરા મામલતદારે આ બાબતે તાત્કાલિક ઘટતુ કરવા માટે સર્કલ ઓફિસરને આદેશ કર્યા છે.

Download Our B K News Today App



Related News