પાલનપુરના ચડોતર પાસેથી નકલી ચલણી નોટના પ્રકરણમાં રાજસ્થાનના ત્રણ શખ્સો ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-10 12:02:36
  • Views : 1267
  • Modified Date : 2020-06-10 12:02:36

પાલનપુરના ચડોતર ગામ નજીકથી બનાવટી નોટો સાથે ભાજપના ૨ નેતાઓ ઝડપાયા હતા, ત્યારે  સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગયો હતો. ત્યારબાદ સમગ્ર કૌભાંડ ખુલ્લું
પાડવા એસઓજીની ટીમ રાજસ્થાનના કાલંદરી ગામે
પહોંચી હતી અને બનાવટી નોટોનું છાપકામ કરી વેચાણ કરનારા ત્રણ શખ્સોને મશીન તેમજ સાહિત્ય સાથે ઝડપી
પાલનપુર લાવી વધુ તપાસ હાથ ધરી હતી.
બનાસકાંઠા જિલ્લાના
પાલનપુરના ચડોતર નજીકથી શનિવારે બે હજારની ૩૮૪ બનાવટી નોટો સાથે  ભાજપના વાવ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અમરીબેનના પતિ રામાભાઈ અમરાભાઇ પટેલ અને દિયોદર માર્કેટયાર્ડના પૂર્વ ડિરેક્ટર હમીરભાઈ પુનાભાઈ પટેલ બન્ને ભાજપના કાર્યકર્તા ઝડપાયા હતા. ત્યારે   સમગ્ર કૌભાંડને ખુલ્લું પાડવા પોલીસે આ શખ્સોની સઘન પૂછપરછ હાથ ધરી હતી. જેમાં હમીરભાઈએ આ બનાવટી નોટો રાજસ્થાનના શિરોહીના કાલંદરી ગામેથી જાલારામ દેવાસી પાસેથી મેળવી હોવાનું ખુલતા એસઓજીની ટીમ રવિવારે કાલંદરી ગામે
 પહોંચી હતી. ત્યાં  શંકર દેવાસી, લાલારામ દેવાસી, જાલારામ દેવાસી ઝડપાયા હતા. ત્યારે શંકર દેવાસીના ઘરે તપાસ હાથ ધરતા ઘરમાંથી નોટો છાપવા
વપરાયેલું પ્રિન્ટર, ઇન્ક, સેલોટેપ તેમજ બનાવટી નોટો માટે વાપરતા કાગળ મળી આવતા તમામ સામગ્રી જપ્ત કરાઈ હતી. ત્યારે બનાસકાંઠાના સરહદી ગામોમાં નોટો
પહોંચાડવાનું કારનામું ૨ચનારા જાલારામ દેવાસીને ઝડપી પાડ્‌યો હતો. જોકે જાલારામે બનાવટી નોટ કાલંદરીના જ લાલારામ દેવાસી પાસેથી ખરીદી હોવાનું ખુલતા પોલીસે લાલારામ દેવાસીને ઝડપી
પાડી પૂછપરછ કરી તો આ નોટો કાલંદરી ગામનો જ શંકર દેવાસી રબારી છાપતો કોવાનો ભાંડો ફૂટતા પોલીસ બનાવટી નોટો છાપનારા શંકર દેવાસી રબારીના ઘરે પહોંચી તપાસ શરૂ કરી તો ઘરમાંથી નોટો બનાવવા વપરાયેલું પ્રિન્ટર સહિતની સામગ્રી મળી આવતા પોલીસે સામગ્રી સાથે શંકર દેવાસી રબારીને
ઝડપી પાડ્‌યો હતો. એસઓજી
પીઆઇ જીગ્નેશ અગ્રાવતે જણાવ્યું હતું કે  તમામ આરોપીઓના કોરોના રિપોર્ટ કરાવ્યા બાદ તેમને કોર્ટમાં રજૂ કરાશે.

Download Our B K News Today App



Related News