રાજયસભાની ચૂંટણી પહેલા ઉલ્ટફેરના એંધાણ, અલ્પેશ ઠાકોરે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-03 14:23:36
  • Views : 946
  • Modified Date : 2019-07-03 14:23:36

રાજ્યસભાની ચૂંટણીને લઇને ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ ભયના ઓથામાં દિવસો ગણી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ પોતાના તમામ ધારાસભ્યોને આબૂ લઇ જવાની તૈયારી કરી રહ્યું છે, તેવી વિધિવત રીતે જાહેરાત કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલે પોતાના નિવેદનમાં કરી દીધી છે.રાજયસભાની ચૂંટણી પહેલા મોટા ઉલ્ટફેરના એંધાણ વર્તાઇ રહ્યા છે. હાલ કોંગ્રેસે જે રીતે પોતાના 71 ધારાસભ્યોને બચાવવા માટે માઉન્ટ આબુ લઇ જવાનો નિર્ધાર કર્યો છે, ત્યારે કોગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આ વાતને લઇને મોટો દાવો કર્યો છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું છે કે, કોંગ્રેસના 18 ધારાસભ્યો કોગ્રેસ છોડવા માંગે છે. પરંતુ હાઇકમાન્ડના લીધે તેઓ કંઇ કરી શકતા નથી. કોંગ્રેસ હવે રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટીગના ડરે તમામ ધારાસભ્યોને આબુમાં વર્કશોપનો દાવ રમાડવા લઇ જઇ રહ્યું છે.અલ્પેશ ઠાકોર આટલેથી અટક્યો નહોતા, તેમણે કહ્યું કે, આબુમાં કોગી ધારાસભ્યો દારૂબંધીનુ પાલન કરે તો તે તમને માન્યામાં આવે છે. પરંતુ તેમ છતાં આબુમાં કોંગ્રેસના ધારાસભ્યો દારુબંધીનો ચુસ્ત અમલ થાય તો સારુ.આ સિવાય કોંગ્રેસે પોતાના હેડક્વાર્ટરથી પોતાના તમામ ધારાસભ્યોને વ્હીપ આપવાની વાત ચાલી રહી છે, અને અલ્પેશ અને તેમના સાથીદારોને રજિસ્ટર્ડ એડીથી વ્હીપ મોકલવામાં આવ્યો છે તેવું જણાવી રહ્યા છે. પરંતુ તે વિશે અલ્પેશે જણાવ્યું કે, મને હજુ સુધી કોગ્રેસનો વ્હીપ મળ્યો નથી. આ સિવાય કોગ્રેસના ધારાસભ્યોનેપણ અલ્પેશે છોડ્યા નહોતા. તેઓને ટોણો માર્યો હતો. આ સિવાય અલ્પેશના સાથી ધવલસિંહે જણાવ્યું કે, જે અલ્પેશ સ્ટેન્ડ રહેશે તે મારુ સ્ટેન્ડ હશે.રાજ્યસભાની પેટાચૂંટણી પહેલા કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને અજ્ઞાત સ્થળે લઈ જવાની તૈયારી કરી દીધી છે. પરંતુ તમામ 71 ધારાસભ્યોને એક અજ્ઞાત સ્થળે લઈ જવા માટે કોંગ્રેસ બરાબરનું ભીસમાં મૂકાયું છે. કોંગ્રેસ હાલ પોતાના 71 ધારાસભ્યોને બચાવવા માટે મરણિયા પ્રયાસમાં છે. કોંગ્રેસ હાલ તમામને ક્યારે અને ક્યાં સ્થળે લઈ જવા તે અંગે કોંગ્રેસનું નેતૃત્વ અવઢવમાં છે. પરંતુ એવું જાણવા મળી રહ્યું છે કે, ગુરુવારે તમામ ધારાસભ્યોને કોંગ્રેસ ગુજરાતની બહાર લઈ જશે. 5મી જુલાઈના રોજ રાજ્યસભાની બે બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે.તમને જણાવી દઇએ કે, કોંગ્રેસ પોતાની આબરૂ બચાવવા આબુમાં પોતાના ધારાસભ્યોને લઇ જઇ રહ્યું છે. નોટિફિકેશન મુજબ એક પણ બેઠક કોંગ્રેસ જીતે તેમ નથી. એટલે તેઓને બે ધારાસભ્યોના કારણે કોંગ્રેસની આબરુનું વારંવાર ધોવાણ થાય છે. કોંગ્રેસના બે MLA (અલ્પેશ અને ધવલસિંહ)ની સાથે બીજા વધુ જોડાય તો કોંગ્રેસની આબરૂની ધૂળધાણી થાય તેના માટે કોંગ્રેસે આબુનો પ્લાન વિચાર્યો છે. ક્રોસ વોટિંગથી આબરૂ ન જાય તેના માટે કોંગ્રેસે શિબિરનો સહારો લીધો છે. શિબિરની આડમાં કોંગ્રેસના નેતાઓનો ગર્ભિત ભય ઢાકવાનો પ્રયાસ કર્યો છે.

Download Our B K News Today App



Related News