ડીસાની રાજપુર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી ખાતે યજ્ઞોત્સવની ઉજવણી કરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-19 05:04:29
  • Views : 582
  • Modified Date : 2019-04-19 05:04:29

ડીસાની રાજપુર ખાતે આવેલી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડીમાં યજ્ઞોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે નરેન્દ્રભાઇ માધુ (પ્રમુખ, અખિલ ગુજરાત બ્રહ્મક્ષત્રિય સમાજ)તથા બાલુબેન વારડે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભોજન પ્રસાદના દાતા તરીકે ભીખાલાલ હેમાજી વારડે પરિવારે લાભ લીધો હતો. જ્યારે હવનો લાભ દિનેશભાઇ ભીખાલાલ વારડે, પુષ્પાબેન દિનેશભાઇ વારડે,  લલિતભાઇ અમૃતલાલ છુંછા, જ્યોતિબેન લલિતભાઇ છુંછા,  મહેશભાઇ હરિભાઇ છાટબાર, સુરેખાબેન મહેશભાઇ છાટબાર સહિતના વ્યક્તિઓ હવનમાં બિરાજ્યા હતા.આ પ્રસંગે  માતાજીનો પ્રસાદ મેળવી જ્ઞાતિજનોએ ધન્યતા અનુભવી હતી.તેમજ આવતી સાલના ભોજન પ્રસાદના દાતા તરીકે કાંતિલાલ જયરાજ વારડે પરિવારે જાહેરાત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બાબુલાલકીરીએ કર્યુ ત્યારે આ સંસ્થા માટે ખૂબજ જહેમત ઉઠાવીને કરેલી કામગીરી માટે સ્વ.કાંતીલાલ જસરાજ વારડે, ધરમશીભાઇ ડાહ્યાલાલ છુંછા તથા પોપટલાલ હેમાજી વારડે વગેરે મહાનુભાવોને યાદ કર્યા હતા.નાથાલાલ બ્રહ્મક્ષત્રિયે પ્રાસંગિક પ્રવચનમાં સમાજનું સંગઠન વધે અને શિક્ષણનો વ્યાપ વધે તો જ સામાજિક વિકાસ થશે તેમ કહીને આયોજકોને બિરદાવ્યા હતા.


Download Our B K News Today App



Related News