રાજપથ ક્લબમાં 10 ડિરેક્ટરો માટે 17 નવેમ્બરે ચૂંટણી યોજાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-21 17:21:38
  • Views : 441
  • Modified Date : 2019-10-21 17:21:38

રાજપથ ક્લબના 10 ડિરેક્ટરની જગ્યા માટે ઇલેક્શન જાહેર કરવામાં આવ્યું છે. રવિવારે મળેલી બોર્ડ ડિરેક્ટરોની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. આગામી 17 નવેમ્બરે આ ચૂંટણી યોજાશે. જે માટે 26 ઓક્ટબરથી ફોર્મનું વિતરણ શરૂ થશે. રાજપથ ક્લબના 30 ડિરેક્ટરોમાંથી દર વર્ષે 10 ડિરેક્ટરોના ઇલેક્શનનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે બોર્ડ મેમ્બરોમાંથી 10 બોર્ડ મેમ્બરો સામે બે મહિના બાદ ઇલેક્શન જાહેર કરવામાં આવ્યું છે. 17 નવેમ્બરના રોજ ચૂંટણી યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.17 નવેમ્બરે મત ગણતરી આગામી તા. 16 નવેમ્બરના રોજ રાજપથ ક્લબની એજીએમ યોજાશે જેના બીજા દિવસે ચૂંટણી યોજાશે. આ માટે તા. 26 ઓક્ટોબરથી ફોર્મ વિતરણ કરવામાં આવશે. જે ફોર્મ ભરીને 1 નવેમ્બર 2019 ના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં જમા કરાવાના રહેશે. જ્યારે ફોર્મ તા. 8 નવેમ્બર 2019 સુધીમાં પરત ખેંચી શકાશે. જો 10 કરતા વધારે ફોર્મ ભરાશે તો ચૂંટણી યોજવામાં આવશે. ચૂંટણી માટે ઇ-વોટિંગ 13 નવેમ્બર સવારે 9 વાગે શરૂ થશે અને 15 નવેમ્બર સાંજના 5 વાગ્યા સુધી ચાલશે.જ્યારે ફિઝિકલ વોટિંગ 17 નવેમ્બરના રોજ યોજાશે તે જ દિવસે મત ગણતરી અને રિઝલ્ટ જાહેર કરવામાં આવશે.આ ડિરેક્ટરો સામે ચૂંટણી યોજાશે.ડો. બંશી દામોદર દાસ સાબુ, ધાર્મિક અરવિંદભાઇ પટેલ, ફેનિલ રમેશચંદ્ર શાહ,જગદીશચંદ્ર ભાઈલાલભાઇ પટેલ,કર્થાથજય ચંદ્રકાંત શુકલા,મુકેશ વસંતલાલ ઘીયા,પરેશ સુરેન્દ્રભાઇ દસોન્ડી, સંજય બાબુલાલ શાહ, શિલ્પા મનીષભાઇ અગ્રવાલ,સુનીલકુમાર ચંદુલાલ પટેલ

Download Our B K News Today App



Related News