વડગામ તાલુકાના રજાેસણા ગામે જુથ અથડામણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-08 10:50:44
  • Views : 12639
  • Modified Date : 2020-12-08 10:50:44

વડગામ તાલુકાના રજાેસણા ગામે ખેતરમાં કેમ આવો છો  કહીને બે લોકો પર ગામના જ ઇસમો દ્વારા હુમલો કરાયો હોવાની ફરિયાદ છાપી પોલીસ મથકે નોંધાઇ છે. ગત દિવસોએ પોતાના ખેતરમાં ટ્રેક્ટર લઇ ખેડવા માટે જતાં ફરિયાદીને ગામના કેટલાંક ઇસમોએ રોક્યા હતા. જ્યાં તમે કેમ અહીં આવો છો ? તેમ કહી અચાનક ઉશ્કેરાઇ જઇ હુમલો કર્યો હતો. આ સાથે પરિવારના લોકોને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ તરફ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના રજાેસણા ગામે એક પરિવાર ઉપર ગામના લોકોએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. મૂળ રજાેસણા ગામના પણ હાલ પાલનપુર ખાતે રહેતાં મુકેશભાઇ જયંતિભાઇ દરજી ગત દિવસોએ પોતાના વતનમાં આવેલ ખેતરમાં ગયા હતા. જ્યાં ગામના મોહમંદ હનીફભાઇ ઇબ્રાહિમ
માંકણોજીયાએ તેમની પાસે આવીને કહેલ કે, તમો અહી ખેતરમાં કેમ આવેલ છો આ ખેતર અમારૂ છે. જેથી ફરિયાદીએ કહેલ કે આ ખેતર અમારૂ હોઇ અમો અહીં વાવેતર કરવા આવ્યા છીએ. આ દરમ્યાન હનીફભાઇ પોતાના ઘરેથી તેમના દીકરા સહિતના સાથે હાથમાં ધારીયુ અને લાકડી જેવા હથિયારો લઇ આવી
પહોંચ્યા હતા અને ફરિયાદીને મા-બેન સામે ગાળો બોલી માર મારવા લાગ્યા હતા. તેમની સાથે પંદર એક માણસોનુ ટોળું હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું જે બાદમાં મારામારી થતાં ફરિયાદીએ બુમાબુમ કરતાં આસપાસથી લોકો દોડી આવી છોડાવ્યા હતા. હવે પછી આ ખેતર તરફ ફરક્યા છો તો તમને જાનથી મારી નાંખીશુ એવી આરોપી દ્વારા ધમકી
આપવામાં આવી હતી.
આ બનાવની જાણ વાયુ વેગે પ્રસરતા  ફરીયાદીના નાના ભાઇને આ વાતની ખબર પડતાં તેમને ૧૦૮ને ફોન કરી બોલાવી હતી. આ બનાવમાં સામસામે મારામારી થતાં ફરિયાદી તેમજ અંકિત દરજી નામના ઇસમને ઈજા થતા તાત્કાલિક સારવાર અર્થે
પાલનપુર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ફરિયાદીને નાક ઉપર વધુ વાગેલ હોવાથી હાલ તેમની સારવાર ચાલુ છે. હુમલાની ઘટનાને લઇ મુકેશભાઇએ ૬ લોકોના નામજાેગ અને અન્ય
પંદરેક વ્યક્તિના ટોળા સામે
છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ સામાવાળા પક્ષે પણ નામજાેગ ચાર જણા સામે ફરિયાદ નોંધાવી હતી. છાપી પોલીસે બંન્ને પક્ષોની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News