રાજકોટમાં એક પરિવારે ઘરમાં જ માતાજીને બેસાડીને ઘરમાં જ ગરબા રમ્યા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-18 12:26:38
  • Views : 411
  • Modified Date : 2020-10-18 12:26:38

  નવરાત્રિનો ગઈકાલ શનિવારથી જ પ્રારંભ થઈ ગયો છે. પરંતુ કોરોના મહામારીને કારણે સરકાર દ્વારા આ વર્ષે અર્વાચીન અને પ્રાચીન ગરબીને મંજૂરી આપવામાં આવી નથી. સરકારની ગાઈડ-લાઈન પ્રમાણે લોકો એક કલાક જ કાર્યક્રમ યોજી શકે છે. ત્યારે રાજકોટમાં હનુમાન મઢી ચોક પાસે તિરૂપતિ સોસાયટીમાં એક પરિવારે પોતાના ઘરમાં જ માતાજીની સ્થાપના કરી હતી. ટ્રેડિશનલ ડ્રેસમાં પરિવારજનો સજ્જ થઈ માતાજીના ગરબે ઘૂમ્યા હતા. પરિવારના દરેક સભ્યોએ મોઢા પર માસ્ક બાંધી ગરબા કર્યા હતા. આમ પહેલા નોરતાની આ પરિવારે ઉજવણી કરી હતી. કોરોનાને કારણે લોકોએ પોતાના ઘર પાસે જ માતાજીના નવ સ્વરૂપની સ્થાપના કરી, આરતી અને ગરબા કરી નવરાત્રીની ઉજવણી કરી રહ્યા છે અને એક કલાક ગરબે પણ રમ્યા હતા.

  પરિવારે જણાવ્યું હતું કે, અમે આજે ઘરે માતાજીની સ્થાપના કરી ઘરે જ ગરબાનું આયોજન કર્યુ હતું. બહાર તો ગરબાના આયોજનની મનાઈ છે તો ઘરે જ ગરબાનું આયોજન કર્યુ છે. અમે પરિવારના સભ્યો જ ઘરે રમીએ છીએ. સરકારના નિયમો પ્રમાણે સેનિટાઈઝ, માસ્કની સુવિધા સાથે અમે ગરબે રમીએ છીએ. રાજકોટ યુનિવર્સિટી રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં મહિલાઓએ ટીવીમાં ગરબા વગાડી ફ્લેટમાં ગરબા રમી હતી. એક મહિલાએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે બહાર તો જઈ શકતા નથી એટલે અમે એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાઓએ નક્કી કર્યુ કે આપણે ઘરમાં જ ગરબા રમીએ.

Download Our B K News Today App



Related News