ડે.CMના નિવેદનને રાજકોટીયનોએ વખોડ્યું, કહ્યું- 50 લોકો સાથે ઉત્તરાયણની ઉજવણી નહીં તો શું 48 લોકો ભેગા થાય તો કોરોના નહીં થાય? મુર્ખાઈભરી જાહેરાત છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-04 14:47:06
  • Views : 360
  • Modified Date : 2021-01-04 14:47:06

    ઉત્તરાયણના તહેવારને આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. હાલ કોરોનાકાળમાં ઉત્તરાયણમાં અગાસી પર મોટી સંખ્યામાં લોકો એકત્ર ન થાય તે માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શનિવારે નિવેદન આપ્યું હતું કે 50 લોકોને સાથે ભેગા થવા પર મંજૂરી આપવામાં આવશે નહીં. આ નિવેદનને લઇ રાજકોટમાં હાઈરાઇઝ બિલ્ડીંગમાં રહેતા લોકોનો શું મત છે. જેમાં પતંગરસિયાઓએ સાફ શબ્દોમાં આ નિવેદનને વખોડી કાઢ્યું છે. રાજકોટના પતંગરસિયા રોહિત રાજપુતે જણાવ્યું હતું કે, એક તરફ સરકાર 50 લોકો સાથે ઉત્તરાયણની ઉજવણી પર પ્રતિબંધ લગાવી રહી છે તો શું 48 કે 49 લોકો ભેગા થાય તો કોરોના નહીં થાય? ક્યાંકને ક્યાંક આ સરકારની મુર્ખાઈભરી જાહેરાત છે.

    રોહિત રાજપુતે વધુમાં જણાવ્યું હતું કે, આ નિવેદનને લઇને હિન્દુ ધર્મને ક્યાંકને ક્યાંક ઠેંસ પહોંચી છે. ક્યાંકને ક્યાંક મુર્ખાઇ કરીને આવી જાહેરાત કરી છે. મારે સરકારને એટલું જ કહેવું છે કે સામાન્ય લોકો માટે જે નિયમો રાખો છો તેવા જ નિયમો રાજકીય પક્ષો અને નેતાઓ માટે રાખો. રાજકીય કાર્યક્રમો, રેલી કે સભા હોય તેમાં એક પણ જાતનો તમને કોરોનાનો ડર નથી. આગામી દિવસોમાં તમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવાના છો તો ત્યાં તમને કોરોના નહીં નડે?


    મીત પટેલ નામના પતંગરસિયાએ જણાવ્યું હતું કે, આ નિવેદન હિતાવહ નથી. નાયબ મુખ્યમંત્રી કહે છે કે એક ઘરમાં 6-7 લોકો રહેતા હોય તે લોકો અગાસી પર પતંગ ચગાવી શકે. પરંતુ હું હાઈરાઇઝ બિલ્ડીંગમાં રહું છું અને તેમાં હાલ 225 ઘર છે. એક ઘરમાં મિનિમમ 4-5 વ્યકિત તો હોય છે. 225માંથી 30-40 ઘર એવા હોય કે તે પતંગ ચગાવવા બહાર ન નીકળે. પણ બાકીના 175 ઘરના લોકો તો બહાર નીકળવાના જ છે. લોકોને પોતાના સ્વાસ્થ્યની ચિંતા રહે જ છે. છેલ્લા નવ મહિનામાં આ 14મો તહેવાર છે અને દર તહેવારમા સરકાર ઉજવણીને લઇને ગાઈડલાઈન બહાર પાડી દે છે.


    રાજકોટની સદર બજારમાં પતંગ-દોરી વેચતા રાજુભાઈ જસાણીએ જણાવ્યું હતું કે, સરકાર તહેવાર ટાણે જ આવા નિર્ણય લઈ રહી છે. અગાઉથી જ જાણ કરી દે તો અમે પતંગ-દોરીનો સ્ટોક જ ઓછો કરીએ. આ વર્ષે બધા વેપારીએ 50 ટકા જ સ્ટોક કર્યો છે. આથી વેચાવાની ચિંતા નથી. હાલ હોલસેલ ઘરાકી સારી છે પરંતુ રિટેઇલ ઘરાકીમાં મંદી છે. આ વર્ષે 10-15 ટકા ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રસ્તા પર દોરી પાતા રાજુભાઈએ જણાવ્યું હતું કે, લખનઉથી આવું છું, નિયમોની ખબર નથી અને હું રાબેતા મુજબ રોજ કાચથી દોરી પાવ છું.


Download Our B K News Today App



Related News