હોસ્પિટલના સંચાલક ડો. કરમટા કહ્યું દર્દીને તેડીને બચાવ્યા, હાથથી આગ ઠારવાનો પ્રયાસ કર્યો, અમે ત્રણ કંપનીના વેન્ટિલેટર વાપરતા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-27 11:37:30
  • Views : 333
  • Modified Date : 2020-11-27 11:37:30

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગવાથી 5 કોરોનાગ્રસ્ત દર્દીના મોત નીપજ્યા છે. જ્યારે એક દર્દીની હાલત ગંભીર છે. હોસ્પિટલના સંચાલક ડો. તેજસ કરમટાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, દર્દીને મેં તેડીની બચાવ્યા છે. મારા હાથથી આગ ઠારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ વિકરાળ હોવાથી આગ ઠારવામાં મુશ્કેલી પડી રહી હતી. અમે અલગ અલગ ત્રણ કંપનીના વેન્ટિલેટર વાપરતા હતા. જેમાં એક ધમણ વેન્ટિલેટરનો પણ સમાવેશ થાય છે. કરમટાએ વધુમાં જણાવ્યું હતું કે, ઈલેક્ટ્રિક વાયરોમાં શોર્ટ સર્કિટ થઈ છે કે પછી વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટ થયું છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. વેન્ટિલેટરમાં કોઈ તકલીફ હતી કે કેમ તે અંગે પણ જાણવા મળ્યું નથી. FSLના રિપોર્ટ આવી જશે ત્યારે જ ખબર પડશ કે વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટ થઈ હતી કે પછી ઈલેક્ટ્રિક વાયરિંગમાં શોર્ટ સર્કિટ થઈ હતી. આ અંગે હજુ સુધી જાણવા મળ્યું નથી.


Download Our B K News Today App



Related News