રાજકોટ : આ રીતે દર્દીઓને સારવાર આપવામાં આવે તો દર્દીઓને સ્વસ્થ થતા સમય નહિ લાગે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-14 17:01:46
  • Views : 240
  • Modified Date : 2021-04-14 17:01:46

    કોરોનાના વધતા સંક્રમણને કારણે લોકોમાં ડર વ્યાપી ગયો છે ત્યારે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં સારવાર સાથે સાધના કરવામાં આવી રહી છે.

   સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોવિડ કેર સેન્ટર ખાતે શરૂ કરવામાં આવ્યું છે જેમાં 40 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.આ કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઇ રહેલા દર્દીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સારવાર સાથે પોઝિટિવ ઉર્જા આવે તેવા પ્રયત્નો કરી રહ્યા છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા કોરોનાના દર્દીઓને સંગીત થેરાપી,આધ્યાતમિક સંદેશો તથા મનોચિકીત્સા વિભાગ દ્રારા લેક્ચર આપવામાં આવી રહ્યા છે.આ ઉપરાંત કલાકારો દ્રારા સંગીતના સૂર પણ પૂરવામાં આવી રહ્યા છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીના કહેવા પ્રમાણે આ પ્રકારની થેરાપીને કારણે દર્દીઓ માનસિક રીતે સ્વસ્થ થાય છે જેના કારણે દર્દીઓની તબિયત જલદી સારી થાય છે.

    હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા ઓછા લક્ષણવાળા 40 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે આગામી દિવસોમાં વધારે બેડ ઉભા કરવામાં આવશે અને સારવાર આપવામાં આવશે.રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને પગલે શહેરમાં ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં બેડ વધારવાની ફરજ પડી છે. પરંતુ શહેરમાં 35 ખાનગી હોસ્પિટલમાં 1303 બેડ ઉપલબ્ધ છે અને આ તમામ હોસ્પિટલ હાઉસફૂલ છે. આ ઉપરાંત રાજકોટ સિવિલમાં દાખલ થવા એમ્બ્યુલન્સની લાંબી લાઈન લાગી છે. જેમાં 3થી 4 કલાકનું વેઇટિંગ છે. ધોરાજી સિવિલમાં 1 તો જસદણ સિવિલમાં માત્ર 3 બેડ જ ખાલી છે.

Download Our B K News Today App



Related News