આફ્રિકાથી અભ્યાસ માટે આવેલ વિદ્યાર્થી સહિત 2 દર્દીના મોત, શહેરમાં 24 કલાકમાં જ મોતની સંખ્યા એકાએક વધતા શહેરીજનોમાં ચિંતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-22 12:22:14
  • Views : 307
  • Modified Date : 2021-03-22 12:22:14

    રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી રોજ કોરોના કેસની સંખ્યા 100ને પાર કરી જાય છે. શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોનાનું સંક્ર્મણ દિવસેને દિવસે વધુ રહ્યું છે ત્યારે આજે શહેરની કોવીડ હોસ્પિટલમાં આફ્રિકાથી અભ્યાસ માટે આવેલ વિદ્યાર્થી સહિત ડેથ ઓડિટ કમિટીના સતાવાર આંકડા મુજબ 2 જ દર્દીના મોત નિપજ્યા છે. જયારે સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર કુલ 4 દર્દીના મોત થયા છે. શહેરમાં મોતની સંખ્યા એકાએક વધતા શહેરીજનો ચિંતામાં મુકાયા છે. ઉલ્લેખનીય છે કે મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. મૃતક વિદ્યાર્થી મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવ્યો હતો. જે HIV સંક્રમિત હતો અને તેને સિવિલના કોવીડ વોર્ડમાં દાખલ કરવામાં આવયપ હતો. ગઈકાલે ( રવિવાર ) સાંજ સુધીમાં નવા 109 કેસ નોંધાયા હતા અને શહેરમાં કુલ કેસની સંખ્યા 17597 પર પહોંચી છે. અલગ અલગ હોસ્પિટલમાં 439 દર્દી સારવાર હેઠળ છે. તેમજ મનપાના સત્તાવાર આંકડા મુજબ શહેરમાં અત્યાર સુધીમાં 148 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે.

    કોરોનાને કાબૂમાં રાખવા માટે મનપાએ ફરીથી ટેસ્ટિંગ બૂથ શરૂ કર્યા છે તેમજ ફરીથી જે વિસ્તારમાંથી કેસ આવે ત્યાં સેનિટાઈઝેશનની કામગીરી હાથ ધરાશે અને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનનું કામ ચુસ્ત રીતે થશે. જિલ્લા કલેક્ટર કચેરીએ અલગ અલગ વિભાગના અધિકારીઓની બેઠક બોલાવી વેક્સિનેશન વધારવા માટે સૂચના અપાઈ છે.

    રાજકોટ શહેરમાં શનિવારે 121 અને ગ્રામ્યમાં 31 સહિત કુલ 152 કેસ નોંધાયા હતા. જે અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ છે. આ સંખ્યા હજુ પણ વધે તેવી શક્યતા છે. જેથી તંત્ર દોડતું થયું છે. અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં 24745 કેસ થઈ ગયા છે. જેમાંથી શહેરમાં જ 17488 નોંધાયા છે. બીજી તરફ એક્ટિવ કેસની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે આ સંખ્યા 450થી વધીને 514 થઈ છે. સિવિલ હોસ્પિટલમાં જ 90 દર્દી દાખલ છે. જ્યારે ખાનગી હોસ્પિટલના સહિત કુલ 270 સારવાર લઈ રહ્યા છે.વીંછિયામાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં પ્રતિષ્ઠાન કોરોના રસીકરણ કેમ્પનું આયોજન આરોગ્ય વિભાગ રાજકોટ દ્વારા કરવામાં આવ્યું હતું. જેનો પ્રારંભ કરાવતા મંત્રીએ જણાવ્યું હતું કે, મેં પણ રસી લીધી છે. જેની કોઈ જ આડ અસર જોવા મળતી નથી. રાજ્ય સરકારનો અભિગમ વધુને વધુ લોકો રસી લઈ કોરોના સામે સુરક્ષિત બને. આપણે રસી વિશે કોઈ પણ નકારાત્મક બાબતો કે ભ્રામક પ્રચાર પર દુર્લક્ષ્ય સેવી આપણી જાતને વહેલામાં વહેલી તકે રસીનો ડોઝ લઈ સુરક્ષિત કરવી જોઈએ.




Download Our B K News Today App



Related News