લગ્નમાં 100 વ્યક્તિના નિર્ણયથી રાજકોટવાસીઓ નારાજ, હાથમાં મહેંદી મૂકેલી દુલ્હને કહ્યું, લગ્નનો ઉમંગ જતો રહ્યો, પિતાએ કહ્યું- હવે કોને કાપવા?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-26 12:56:27
  • Views : 371
  • Modified Date : 2020-11-26 12:56:27

    દિવાળીના તહેવાર બાદ રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે, ત્યારે વધતા કોરોના કેસને લઈ રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં જોવામાં મળી રહી છે. હવે લગ્નમાં પણ 100 લોકોને મંજૂરી આપવામાં આવી છે. રાજકોટમાં લગ્નની ચાલુ સીઝનમાં 600 જેટલાં લગ્ન છે, ત્યારે સૌથી વધુ અસર પરિવારોને પડી રહી છે. 100થી વધુ લોકોને મંજૂરી આપી છે. 100 લોકો લગ્નમાં હાજરી આપશે તેવા રાજ્ય સરકારના નિર્ણયથી અનેક પરિવારોની ખુશી છીનવાઈ ગઈ છે. રાજકોટમાં મારૂ પરિવારે પોતાની દીકરીના લગ્નને લઈને બળાપો ઠાલવ્યો છે, જેમાં તેણે જણાવ્યું હતું કે પહેલેથી આમંત્રણ અપાય ગયું છે તો કોને ના પાડવી અને કોને બોલાવવા એ એક પ્રશ્ન છે તેમજ લગ્નનો જે ઉમંગ હતો એ સાવ ઓસરી ગયો છે. રાજકોટના મારૂ પરિવારમાં દીકરીના લગ્નના પહેલા પ્રસંગમાં ઉમંગ નથી

    રાજકોટમાં અનેક પરિવારે જે પ્રકારે આયોજન કર્યું હતું અને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા હતા એવામાં સરકારના નિર્ણયથી પરિવારો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને હવે ક્યાં મહેમાનોને ના પાડવી, ક્યાં મહેમાનોને બોલાવવા એ સવાલ ઊઠી રહ્યા છે. 100 લોકો જ લગ્નમાં હાજરી આપી શકશે, એવા સરકારના નિર્ણયથી રાજકોટનો મારૂ પરિવારનો મૂડ ઓફ થઈ ગયો છે. બે દિવસ બાદ મારૂ પરિવારમાં લગ્ન છે, પરંતુ હવે કોઈ ઉમંગ રહ્યો નથી.મારૂ પરિવારના મોભી જિતેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના નિર્ણયથી હું ખૂબ જ નારાજ છું. મારી ઘરે મારી દીકરીનાં લગ્નનો પહેલો પ્રસંગ છે. રાજ્ય સરકારના 100 વ્યક્તિના નિયમથી અમે ખૂબ જ મૂંઝાઈ ગયા છીએ. અમને જે દીકરીને પરણાવવાનો ઉમંગ હતો એ હવે રહ્યો નથી. અમે હાલ રાજ્ય સરકારના નિર્ણયથી ખૂબ જ પરેશાન બની ગયા છીએ. પહેલાં 200 માણસોની મંજૂરી હતી ત્યારે વર પક્ષના લોકોને અમે સંખ્યા આપી હતી, પરંતુ ફરી હવે વર પક્ષના લોકોને ડિસ્ટર્બ કરવા પડશે. રાજ્ય સરકારના 100 માણસોના નિર્ણયથી અમારે ઘણાને ના પાડવી પડશે. મારે કુટુંબમાં ઘણાનું સાંભળવું પડશે. મારા ઘરે પહેલો પ્રસંગ હતો, એટલે દાંડિયા-રાસનું પણ આયોજન કર્યું હતું, પણ રાજ્ય સરકારના નિર્ણયથી હવે બધો ઉમંગ ઓસરી ગયો છે.મારૂ પરિવારની જે દીકરીના લગ્ન છે તે દિશાએ જણાવ્યું હતું કે મારા લગ્નની તૈયારી અમે છેલ્લા બે મહિનાથી કરી રહ્યા છીએ, પરંતુ સરકારના આ નિયમથી અમે બહુ જ મૂંઝાઈ ગયા છીએ. અમે સગાં-વહાલા અને કુટુંબ સહિત 300થી 350 લોકોને આમંત્રણ આપ્યું હતું. સગાંઓએ ટ્રેનનું રિઝર્વેશન પણ કરાવી લીધું છે, પરંતુ સરકારના નિર્ણયથી આ લોકોને કંઈ રીતે મારા લગ્નમાં બોલાવવા એ એક પ્રશ્ન બનીને રહી ગયો છે. અમારાં સગાંઓ પણ આવવામાં ડરી રહ્યાં છે. દાંડિયા-રાસ સહિત અમે સરસ આયોજન કર્યું હતું, પરંતુ હવે બધું ફ્લોપ ગયું છે. સરકારના નિર્ણયથી અમે સાવ નિરાશ જ થઈ ગયા છીએ. લગ્ન કરવાનો ઉમંગ હતો સાવ જતો રહ્યો છે.​​​​​


Download Our B K News Today App



Related News