રાજકોટ: વોર્ડ નંબર 11 અંબિકા ટાઉનશિપમાં સ્થાનિકોએ પ્રાથમિક સુવિધા ન મળતા વિરોધ નોંધાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-07-31 17:44:37
  • Views : 249
  • Modified Date : 2024-07-31 17:44:37

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનું સામે આવ્યુ છે. ગુજરાતના પ્રમુખ શહેરમાં ગણાતા એવા રાજકોટમાં પણ કેટલાક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનું જોવા મળ્યુ છે.જેને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.રાજકોટના વોર્ડ નંબર 11 અંબિકા ટાઉનશિપમાં સ્થાનિકોએ પ્રાથમિક સુવિધા ન મળતા વિરોધ નોંધાવ્યો છે. પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. ખરાબ રસ્તાઓ, ખરાબ પીવાનું પાણી સહિતના પ્રશ્નોને લઈને વિરોધ નોંધાવ્યો છે.વિસ્તારમાં ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનું સામે આવ્યુ છે. અંબિકા ટાઉનશિપમાં 800 થી 900 જેટલા એપાર્ટમેન્ટ આવેલા છે. આ વિસ્તારમાં આશરે 50 હજારથી વધુ લોકો વસવાટ કરે છે.  આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

Download Our B K News Today App



Related News