રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના TPO મનસુખ સાગઠિયાને સસ્પેન્ડ કરી દેવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-03 17:56:39
  • Views : 64
  • Modified Date : 2024-06-03 17:56:39

રાજકોટ અગ્નિકાંડમાં ધરપકડ કરાયેલા અને હહાલ રિમાન્ડ પરના મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા અને ડે. ઈજનેર મુકેશ મકવાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. TRP ગેમઝોન સહિત 692 ગેરકાયદેસર બાંધકામ હોવાનો ધડાકો થતા સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. આ બંને અધિકારીએ નોટિસ આપી ડિમોલિશન કરવાના બદલે મીલિભગતથી આંખ મિંચામણા કર્યા હોવાનુ પણ સામે આવ્યુ છે. છેલ્લા 10 થી વધુ વર્ષથી ટાઉન પ્લાનિંગ શાખામાં કામ કરતા સાગઠિયાએ અનેક ગેરકાયદે બાંધકામોને મંજૂરી આપી હોવાનો ખૂલાસો થયો છે.અગ્નિકાંડની ઘટનામાં ગુનાની તપાસ કરતી સિટની ટીમે અત્યાર સુધીમાં અનેક અધિકારીઓને બોલાવી પૂછપરછ કરી ચુકી છે અને નિવેદનો નોંધી ચુકી છે. ટીઆરપી ગેમઝોનને લાયસન્સ આપનાર, રિન્યુ કરનાર PI સહિતનાની પૂછપરછ કરવામાં આવી છે. રાજ્ય સરકારે રચેલી સિટે પણ લાયસન્સિંગની પ્રક્રિયા સાથે સંકળાયેલા IPS અધિકારીઓની પૂછપરછ કરી છે.આ કેસમાં ધરપકડ કરાયેલા હાલ રિમાન્ડ પરના મનપાના પૂર્વ ટીપીઓએ એવો લુલો બચાવ પણ કરતા જોવા મળ્યા કે તેણે તેના વિભાગના તાબા હેઠળના અધિકારીઓને બાંધકામ તોડી પાડવા માટે સૂચના આપી હતી પરંતુ તેમણે તેમ કર્યુ ન હતુ.

Download Our B K News Today App



Related News