રાજકોટ: ગોંડલમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-07-16 18:45:01
  • Views : 88
  • Modified Date : 2024-07-16 18:45:01

રાજકોટના ગોંડલમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ગોંડલ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ગોંડલ શહેરમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.ગોંડલ પંથકના શ્રીનાથગઢ, કમઢીયા, મેતા ખંભાળિયા, મોટી ખિલોરી, દેરડી સહિતના અનેક ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે. તેમજ ચરખડી ગામની નદી અને ચેકડેમો પાણીથી ભરપૂર થયા છે. ગોંડલ તાલુકાના કેશવાળા, મેતા ખંભાળીયા ગામમાં 3 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. તેમજ કેશવાળા ગામમાં 3 ઈંચ વરસાદને પગલે ગામના પાદરમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા.બીજી તરફ નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. નવસારી અને ગણદેવીમાં 2-2 ઈંચ વરસ્યો વરસાદ. નવસારી જિલ્લામાં સૌથી વધુ ચીખલી તાલુકામાં વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે અનેક જગ્યાએ જળ ભરાવની સ્થિતિ છે. શહેરના મંકોડીયા, વિઠ્ઠલ મંદિર, સુશ્રુસા હોસ્પિટલ જેવા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.

 

Download Our B K News Today App



Related News