રાજકોટમાં આભ ફાટયું, 18 ઈંચથી શહેર આખું જળબંબાકાર, સૈન્ય બોલાવાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-11 16:52:30
  • Views : 683
  • Modified Date : 2019-08-11 16:52:30

રાજકોટ ઉપર આભ ફાટયું હોય તેમ દે ધનાધન ૧૮ ઈંચ (૪૪૮ એમએમ) તોફાની વરસાદ વરસતા શહેરમાં અત્ર, તત્ર, સર્વત્ર જળબંબાકાર થઈ ગયો હતો. તમામ માર્ગો ઉપર ગોઠણ થી કમરડૂબ પાણીને કારણે રાજકોટના વિસ્તારો જુદા જુદા ટાપૂ સમૂહો બની ગયા હોય તેમ જનજીવન થંભી ગયું હતુ. સેંકડો મકાનોમાં પાણી ભરાતા સત્તાવાર રીતે ૧૦૦૦ લોકોનું સ્થળાંતર કરાયુ છે. મેઘરાજાની ઝમકદાર ઈનિંગથી એક તરફ રાજકોટને પાણી પુરૂ પાડતાં જળાશયોમાં ધીંગી આવક થતાં જળ સંકટ દૂર થઈ ગયું છે. પરંતુ હાલમાં પુરનો ખતરો અને ભારે વરસાદની આગાહીથી રાજકોટમાં સૈન્યની મદદ લેવામાં આવી રહી છે.

રાજકોટમાં મેઘરાજાએ સળગ ૩૦ કલાકમાં કુલ ૧૮ ઈંચ વરસાદ વરસાવી દીધો હતો. સ્થળ ત્યાં જળ જેવી હાલતમાં શહેરીજનો મેઘરાજા વિરામ લે અને પાણી આપમેળે ઓસરે તેની રાહ જોતાં રહયા હતા. સારા વરસાદથી એક તરફ ખુશી ઓવરફલો હતી તો વરસાદને કારણે જળબંબાકારથી હાલાકી સર્જાઈ હતી.


Download Our B K News Today App



Related News