રાજકોટમાં નહીં સર્જાય જળ સંકટ......

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-10 16:55:39
  • Views : 465
  • Modified Date : 2019-05-10 16:55:39

જળ સંકળની સ્થિતિ વચ્ચે રાજકોટ માટે રહાતના સમાચાર છે. ઉપરવાસમાંથી 4414 ક્યુસેક પાણીની આવક થઇ છે. જેને લઇ હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં 3 સેમીનો વધારો નોંધાતા ડેમની સપાટી 119.57 મીટર સુધી પહોંચી ગઇ છે. જેથી સરકાર દ્વારા આજી અને ન્યારી બન્ને ડેમમાં નર્મદા નીર ઠાલવવામાં આવશે.ગુજરાતમાં ચાલી રહેલી જળ સંકટની સ્થિતિમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યાં છે. ત્યારે રાજકોટ માટે સારા સમાચાર આવતા હવે જળ સંકટની સ્થિતિ સર્જાય નહીં. ઉપરવાસમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થઇ રહ્યો છે. ઉપરવાસમાંથી 4414 ક્યુસેક પાણી છોડવામાં આવતા હાલ નર્મદા ડેમની સપાટી 119.57 મીટર પહોંચી ગઇ છે. જેને લઇ સરકાર દ્વારા આજી અને ન્યારી બન્ને ડેમમાં નર્મદા નીર ઠાલવવામાં આવશે.

Download Our B K News Today App



Related News