રાજકોટ: ધોરાજીના નાની પરબડી ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-07-24 16:45:32
  • Views : 340
  • Modified Date : 2024-07-24 16:45:32

રાજકોટના ધોરાજીના નાની પરબડી ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નાની પરબડીથી પસાર થતી ફુલઝર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે. જેના પગલે નાની પરબડીથી જૂનાગઢ સહિત કુલ 18 ગામ તરફ જવાના રસ્તા બંધ થયા છે. જો કે રસ્તાઓ પાણી ગરકાવ થતા વાહનચાલકોને ભારે હાલાકી થઈ રહી છે.બીજી તરફ રાજકોટમાં ધોધમાર વરસાદ થતા ભાદર – 1 ડેમમાં પાણીની આવક થઈ છે. ભાદર – 1 ડેમની સપાટી 21 ફૂટે પહોંચી છે. જો પાણીની આવકની વાત કરીએ તો ભાદર 1 ડેમમાં 3,542 ક્યુસેક પાણીની આવક થઈ છે.ભાદર – 1 ડેમ 22 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે.આ તરફ ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકવાથી ઉપલેટા પંથકમાં આવેલો વેણુ ડેમ ઓવરફ્લો થયો છે. જેના પગલે ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડતાની સાથે જ વેણુ નદી બે કાંઠે વહી રહી છે. જેના પગલે નદીના કાંઠે આવેલા ગામડાઓને એલર્ટ કરાયા છે. તેમજ સ્થાનિકોને નદીના પટમાં અવર- જવર ન કરવા તંત્રએ અપીલ કરી છે.

Download Our B K News Today App



Related News