રાજકોટ : પાકના નુકસાનને લઈ ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર આપ્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-09-03 16:35:13
  • Views : 267
  • Modified Date : 2024-09-03 16:35:13

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં પડેલા અતિભારે વરસાદને લઈને ખેડૂતોને મોટુ નુકસાન થયુ છે. ધોધમાર વરસાદને પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયુ છે. પાક નુકસાનને લઈ ખેડૂતોએ કલેકટરને આવેદન આપ્યુ છે. ખેડૂતોએ કલેકટરને પાકની નુકસાનીને લઈને રજૂઆત કરી છે.તેમજ ખેડૂતોએ સર્વે કરી યોગ્ય વળતર આપવાની માગ કરી છે. એરંડા, કપાસ, તુવેર, લીલા શાકભાજી અને ચારાને મોટું નુકસાન થયુ છે. બીજી તરફ પડધરી તાલુકામાં અનેક ગામોમાં 50 ટકા ખેતરો સંપૂર્ણ ધોવાઈ ગયા છે. ખેતરોમાં ઉભો પાક નષ્ટ થતા ખેડૂતોને પારાવાર નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.બીજી તરફ વડોદરાના વાઘોડિયામાં વરસાદથી ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેડૂતને મોટા પાયે નુકસાન વેરવાનો વારો આવ્યો છે. પપૈયા, કેળ, મરચી તેમજ શાકભાજીના ઉભા પાક નષ્ટ પામતા ખેડૂતો સર્વે કરી સહાય ચુકવવા ખેડૂતોની માગ કરી રહ્યા છે.

 

Download Our B K News Today App



Related News