રાજકોટના 21માં મેયર તરીકે CMના અંગત અને વકીલ ડો.પ્રદીપ ડવની વરણી, ડે.મેયર તરીકે ડો.દર્શીતા શાહ અને સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-12 10:54:22
  • Views : 317
  • Modified Date : 2021-03-12 10:54:22

    રાજકોટ મનપાએ ભાજપે 72માંથી 68 બેઠક પર વિજય હાંસલ કર્યો છે. જ્યારે 4 બેઠક જ કોંગ્રેસના ફાળે ગઇ છે. ભાજપે ફરી સત્તા હાંસલ કરતા આજે મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન. દંડક સહિત 12 હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આ માટે મનપાની 2021ની પહેલી સામાન્ય સભા રાખવામાં આવી છે. મેયર તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંગત અને વકીલ ડો.પ્રદીપ ડવ પર કળશ ઢોળાયો છે. તો ડે.મેયર તરીકે ડો.દર્શીતા શાહની વરણી કરવામાં આવી છે. તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પુષ્કર પટેલની વરણી કરાઇ છે. આ માટે શાસક પક્ષ કાર્યાલય ખાતે ભાજપની સંકલન સમિતિની બેઠક મળી હતી.

    સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પાટીદારને સ્થાન આપવામાં આવ્યું છે અને પુષ્કર પટેલની વરણી કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે વિનુ ઘવાની વરણી કરવામાં આવી છે. તેમજ દંડક તરીકે સુરેન્દ્રસિંહવાળાનું નામ જાહેર થયું છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી દ્વારા નામો જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ મનપાના નવા મેયરની વરણી થાય તે માટેની તમામ તૈયારી કરી દેવામાં આવી છે. મનપામાં નવા મેયર પ્રદીપ ડવની ચેમ્બરને ફૂલથી શણગારવામાં આવી છે. તેમજ ચેમ્બરમાં ટેબલ પર પેંડાના બોક્સ પણ રાખી દેવામાં આવ્યા છે. કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ડે.મેયર દર્શિતા શાહની ચેમ્બર પણ ફૂલોથી શણગારવામાં આવી છે. રાજકોટ મનપામાં આજે 21માં મેયરની વરણી કરવામાં આવી છે.

    હોદ્દેદારોની વરણી પહેલા ભાજપની આજે 10 વાગ્યે સંકલન સમિતિની બેઠક મળી હતી. બેઠક પૂર્ણ થયા બાદ પદાધિકારીઓના નામ જાહેર કરવામાં આવ્યા હોવાનું શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી જણાવ્યું હતું. મેયર પદ માટે પ્રદીપ ડવ સૌથી આગળ ચાલી રહ્યાં હતા અને તેમની જ વરણી કરવામાં આવી છે.. ડો.એલ્પેશ મોરઝરીયા, બાબુ ઉધરેજા સહિતના નામ પણ રેસમાં હતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના પદ માટે પુષ્કર પટેલ સૌથી આગળ ચાલી રહ્યાં હતા અને તેમની જ વરણી કરવામાં આવી છે. નેહલ શુક્લ અને દેવાંગ માંકડ પણ રેસમાં હતા. ડેપ્યુટી મેયર તરીકે ડો.દર્શના પંડ્યા સૌથી આગળ ચાલી રહ્યાંં હતા પરંતુ દર્શિતા શાહ પર કળશ ઢોળવામાં આવ્યો છે. તેમજ નેહલ શુક્લ પણ રેસમાં હતા. શાસક પક્ષના નેતા તરીકે પરેશ પીપળીયાનું નામ મોખરે હતું પરંતુ વિનુ ઘવાની વરણી કરવામાં આવી છે.

    શાસક પક્ષ કાર્યાલય ખાતે ભાજપની સંકલન સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં શહેર પ્રમુખ કમલેશ મીરાણી, નીતિન ભારદ્વાજ, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય અરવિંદ રૈયાણી લાખાભાઈ સાગઠીયા સહિતના નેતાઓ બેઠકમાં હાજર રહ્યાં હતા. સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવ પણ બેઠકમાં હાજર રહ્યાં હતા.


Download Our B K News Today App



Related News