રાજકોટ : ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા પર દુષ્કર્મનો આરોપ, યુવતીએ જણાવી આપવીતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-11-26 12:40:49
  • Views : 228
  • Modified Date : 2024-11-26 12:40:49

ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી વિરુદ્ધ પૂર્વ મંગેતર દ્વારા દુષ્કર્મનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. રાજકોટની યુવતીનો દાવો છે કે તેની સગાઈ કર્યા બાદ અનેક વખત તેના સાથે શારીરિક સંબંધો બાંધ્યા ત્યારબાદ જીત પાબારીએ કોઈ પણ કારણ વગર સગાઈ તોડી અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા છે.જીત પાબારીના બનેવી ચેતેશ્વર પુજારા છે માટે માલવીયા પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ પીડિત યુવતીએ કર્યાં છે. ચેતેશ્વર પુજારા પોતે પણ યુવતીના ઘરે ધમકી આપવા માટે પણ આવ્યા હોવાનો પણ યુવતી દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.ચેતેશ્વર પુજારાના નામે મને અવાર નવાર ધમકી આપવામાં આવતી હતી. આ સાથે જ યુવતી દાવો કરવામાં આવ્યો છે કે જીત પાબારી દ્વારા સગાઈ બાદ તેને માર પણ મારવામાં આવ્યો હતો.

 

Download Our B K News Today App



Related News