રાજકોટની મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થી સાથે હેવાનિયત : ગુદાના ભાગે મધ, સેનિટાઈઝર લગાવી બ્રશ-પેન્સિલ ખોપ્યાં

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-21 12:32:58
  • Views : 159
  • Modified Date : 2022-10-21 12:32:58

    રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી મારવાડી યુનિવર્સિટીમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના સામે આવતા શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે. આ સમગ્ર મામલે કુવાડવા પોલીસ દ્વારા પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે યુનિવર્સિટી દ્વારા આ પાંચેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાંચમાંથી એક સગીર હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય ચારને પોલીસને સોંપવામાં આવ્યા છે.રાજકોટ મોરબી હાઇવે પર આવેલી મારવાડી યુનિવર્સિટી વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે. મારવાડી યુનિવર્સિટીના હોસ્ટેલમાં રહેતા 19 વર્ષીય છાત્ર સાથે બબ્બે વખત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ગત 16 તારીખે તેમજ ગત 18 તારીખે પીડિત સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. પીડિતના ગુદાના ભાગે મધ, સેનિટાઈઝર, હેન્ડ વોશ લગાવી, બ્રશ અને પેન્સિલ ખોપવામાં આવ્યા હતા.પીડિત સ્નાન કરી રહ્યો હતો ત્યારે તેનો નગ્ન હાલતમાં વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ વીડિયો બનાવ્યા બાદ અન્ય છાત્રો દ્વારા તેને બ્લેકમેલ કરવામાં આવતો હતો. વીડિયો ઉતાર્યા બાદ બ્લેકમેલ કરનારા છાત્રો દ્વારા પીડિતને ત્રણ જેટલા ઓપ્શન આપવામાં આવ્યા હતા. પીડિત હોસ્ટેલમાંથી ભૂસકો મારી દે, સહિતના વિકલ્પ આપવામાં આવ્યા હતા. આ મામલે પીડિતે પોતાના પરિવારજનોને ફોન કરીને હોસ્ટેલમાં નથી રહેવું તેમ જણાવ્યું હતું. જે બાદ પીડિતના પરિવારજનો મારવાડી યુનિવર્સિટી ખાતે દોડી આવ્યા હતા. પરિવારજનોએ પોતાના પુત્ર સાથે વાતચીત કરી હતી અને હોસ્ટેલમાં શા માટે નથી રહેવું, તે બાબતે વાતચીત કરી હતી. જોકે, થોડીકવાર માટે પીડિત કશું બોલ્યો નહોતો. ત્યાર બાદ તેણે પોતાની સાથે કઈ રીતે સમગ્ર ઘટના ઘટી તે મામલે પરિવારજનોને વાત કરી હતી. આ સમગ્ર મામલાની જાણ પરિવારજનોએ હોસ્ટેલના સંચાલકો તેમજ પોલીસને કરી હતી. આ મામલે પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી પીડિતનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું. તેમજ તેને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે કુવાડવા પોલીસ દ્વારા આઇપીસીની કલમ 377, 342 તેમજ આઇટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

 

Download Our B K News Today App



Related News