રાજકોટ ગોંડલ નગર પાલિકા પ્રમુખ તરીકે મહિલાએ મારી બાજી, નેતાઓએ કોરોનાના નિયમના ઉડાડયા ધજાગરા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-15 11:49:52
  • Views : 280
  • Modified Date : 2021-03-15 11:49:52

    રાજકોટ ગોંડલ નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં ગોંડલ નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે શીતલ કોટડીયાની પસંદગી કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે સંજય ધીણોજાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.નોંધનીય છે કે, શીતલબેન કોટડીયા વોર્ડ નંબર 2ના નગરસેવક છે. નગર પાલિકાની બિનહરીફ ચૂંટણી જીત્યા હતા.ગોંડલ નગરપાલિકા ખાતે મળેલી સામાન્ય સભામાં નામ જાહેર કરવામાં આવ્યું છે. વરણી દરમિયાન ઉજવણી દરમિયાન રૂપિયા પણ ઉડાડવામાં આવ્યા હતા. નેતાઓ સોશિયલ ડિસ્ટનસનું ભૂલ્યા ભાન અને માસ્ક વગર જોવા મળ્યા હતા.

Download Our B K News Today App



Related News