લાખણી તાલુકા પંચાયતની આગામી સામાન્ય સભાને લઈને રાજકીય ગરમાવો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-31 11:33:20
  • Views : 323
  • Modified Date : 2021-01-31 11:33:20

લાખણી તાલુકા પંચાયતની અઢી વર્ષની ટર્મ પુરી થતાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બન્ને ભાજપના ચૂંટાઈ આવ્યા હતા. એ ચૂંટણી પુરી થયા પછી હવે ઘણા સમય પછી આગામી તારીખ ૦૪/૦૨/૨૦૨૧ ના બપોરે ૧૨.૦૦ કલાકે તાલુકા
પંચાયતની કચેરી ખાતે સામાન્ય સભા બોલાવવામાં આવી છે. જેમાં હાજર રહેવા તમામ તાલુકા પંચાયતના સભ્યોને એજન્ડા મોકલવામાં આવ્યો છે. આ સામાન્ય સભામાં બજેટનું અવલોકન અને સમિતિઓની રચના કરવાની હોઇ લાખણી તાલુકામાં રાજકીય ગરમાવો આવ્યો છે. વળી આ સામાન્ય સભામાં તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો વિવિધ પ્રશ્નોને લઈને આકરા પાણીએ હોવાથી તેઓ ધારદાર પ્રશ્નો રજૂ કરવાના છે જેમાં તાલુકા પંચાયતના વહીવટમાં ગેરરીતિનો મુદ્દો ટોક ઓફ ઓફ ટાઉન બન્યો છે. આ બેઠકમાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશભાઈ દવે તાલુકા
પંચાયતના સદસ્ય ઢેગાભાઈ દેસાઈ અને ભલજીભાઈ વાઘેલા સહિતના અન્ય સભ્યોએ લેખિત પ્રશ્નો રજૂ કરીને જવાબ માંગ્યો છે.  જેમાં તાલુકાના વિકાસના પ્રશ્નો છે. તાલુકા પંચાયતના વહીવટમાં પ્રમુખ પતિની  ડખલગીરીનો આક્ષેપ સાથે જવાબ માંગ્યો છે શૌચાલયના પ્રશ્નો છે. પૂરના ધોવાણની સહાયના પ્રશ્નો છે અનેકવિધ તાલુકાના પ્રશ્નોને રજૂ થવાના હોઈ આ સામાન્ય સભાને લઈને તાલુકાનું રાજકારણ ગરમાયુ છે.

Download Our B K News Today App



Related News