ભારત બંધના સમર્થનમાં અનેક રાજકીય અગ્રણીઓ આવ્યા સામે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-08 11:44:22
  • Views : 293
  • Modified Date : 2020-12-08 11:44:22

નવા કૃષિ કાયદા પાછા ખેંચવાની માગણીની સાથે દિલ્લી અને આસપાસના રાજ્યોની સરહદને જામ કરીને બેઠેલા ખેડૂતોને દેશભરમાં સમર્થન મળી રહ્યું છે. જેમાં સોમવારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ફોરણા ગામે સ્વ. મફજીબાપુને શ્રધાંજલિ અપર્ણ કરવા પહોંચેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા જણાવેલ કે ભારત બંધને મારું પુરે પૂરું સમર્થન છે. આ દેશના ખેડૂતોના જન હિતના પ્રશ્નો છે. જેમાં કોઈ પક્ષા પક્ષી હોય નહીં. જેમાં સરકારને સમજવાનું હોય, ખેડૂતો વગર સરકાર ગમે ત્યારે ગબડી
પડશે. કિશાન સંઘ વાળા ભાજપનું મુખપત્ર છે, બધા ખેડૂતો ભાજપના મતદારો છે આ સરકાર ખેડૂતોની છે જ નહીં, હું ભારત બંધને સમર્થન આપું છું અને ખેડૂતોને પણ મારું પુરે પૂરું સમર્થન છે, તેમ શંકરસિંહ વાઘેલા પૂર્વ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યે જણાવ્યુ હતું. જાે કે બીજી તરફ આવતી કાલે ભારત બંધના એલાનમાં દિયોદર કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ પણ ખેડૂત હોઈ ખેડૂતોને સમર્થન આપ્યું હતું અને ભારત બંધને પણ સમર્થન આપ્યું હતું. જેમાં ભારત બંધને લઈ  પોતાની પ્રતિક્રિયા આપી હતી.

Download Our B K News Today App



Related News