હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્નાતક પછીના અભ્યાસક્રમમાં રજિસ્ટ્રેશનની તારીખ લંબાવાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-27 11:22:29
  • Views : 328
  • Modified Date : 2020-11-27 11:22:29

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા સ્નાતક વિભાગના અધ્યક્ષઓ,
કેમ્પસમાં વિવિધ અભ્યાસક્રમો ચલાવતી સેલ્ફ ફાયનાન્સ કોલેજોના કો-ઓડીનેટરઓ તથા સંલગ્ન સ્નાતક પછીના અભ્યાસક્રમો ચલાવતી તમામ વિધાશાખાની કોલેજોના આચાર્યને યુનિવર્સિટીના કા. કુલપતિએ પરિપત્ર નં. ૨૨૨/એકે/અનુ/૪૨૨૩ તારીખ. ૨૪/૧૧/૨૦૨૦ના
પત્રાકથી જણાવેલ છે કે, ચાલુ શૈક્ષણિક વર્ષ-૨૦૨૦-૨૧ના સ્નાતક પછીના અભ્યાસક્રમોમાં પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશની કાર્યવાહી મોડી ચાલુ થયેલ હોઈ, અનુસ્નાતક અભ્યાસક્રમો માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તા.૨૦/૧૧/૨૦૨૦ નિયત કરવામાં આવેલ હતી. સદર સમય મર્યાદામાં ઓનલાઇન રજિસ્ટ્રેશન નહીં કરી શકનાર કોલેજો, વિભાગો વિધાર્થી દીઠ નિયત ફી. રૂ. ૧૦૦, લેઈટ ફી રૂ.૧૦૦  ખાસ લેઈટ ફી. ૫૦૦ મળી કુલ રૂપિયા.૭૦૦ સાથે તા.૦૫/૧૨/૨૦૨૦ સુધીમાં ઓનલાઇન લાઈન રજિસ્ટ્રેશન કરી શકશે. ત્યારે બાદ તા.૦૮/૧૨/૨૦૨૦ સુધીમાં વિધાર્થી દીઠ નિયત ફી
રૂપિયા ૭૦૦ લેખે ના ચલણની નકલ અને આધારો યુનિવર્સિટીમાં જમા કરાવવાનાં રહેશે.
તાજેતરમાં સ્નાતકના
પરિણામો જાહેર થયા હોય તેવા વિધાર્થીઓ સાત દિવસમાં પ્રવેશ મેળવે તો તેઓએ લેઈટ ફી ભરવાની રહેશે નહીં. ત્યારબાદ
કોઈપણ સંજોગોમાં રજિસ્ટ્રેશન ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ જેની ખાસ
નોંધ લેવી. વધુમાં જણાવ્યું હતું કે યુનિવર્સિટી કક્ષાએ કેન્દ્રીય ધોરણે પ્રવેશ કાર્યવાહી થતી હોય તેવા અભ્યાસક્રમો માટેની રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News