ડીસા નગરપાલિકામાં રાજીનામાનું નાટક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-26 11:12:54
  • Views : 707
  • Modified Date : 2020-02-26 11:12:54

ડીસા નગરપાલિકાના ભાજપના ૧૩ સભ્યોએ પ્રમુખની સામે નારાજગી દર્શાવી ડીસા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ્ટને સમિતીઓના હોદ્દા ઉપરથી કે ચેરમેન પદથી રાજીનામા આપ્યા. ખરેખર આ નારાજ સદસ્યો પાર્ટી ફોરમ ઉપર જ રાજકીય રીતે દબાણ ઉભું કરવા માટે રાજીનામું આપ્યું હોય તો આ સદસ્યો પૈકી એક પણ સદસ્યે મીડિયા સમક્ષ કશું બોલાતું નથી. કારણ કે તેમણે નારાજગી તેમની પાર્ટીમાં દર્શાવી છે નહીં કે તેમણે કાયદેસર નારાજ થઈ નિયમ મુજબ સમિતીઓના ચેરમેન રાજીનામુ આપવું હોય તો નગરપાલિકાના પ્રમુખને જ આપવું પડે. આ સદસ્યોમાં
રાજીનામાનું ટાઈમિંગ પણ જાવા જેવું છે. નગરપાલિકાના પ્રમુખ રજા ઉપર ઉતરી ગયા છે અને તેમનો ચાર્જ હજુ સુધી ઉપપ્રમુખે લીધો નથી. આવા વચગાળાના સમયની પસંદગી પણ ઘણાંબધા પ્રશ્નો ઉપજાવે છે. એજ રીતે ભાજપના ડીસા શહેર પ્રમુખે ખરેખર ભાજપની આબરૂ બચાવવી હોત તો તે પણ મીડિયા સમક્ષ બોલવાના બદલે ટાળી શકતા હતા. પરંતુ આખી સ્ક્રીપ્ટ ભાજપના એક અગ્રણીના ઈશારે કરવામાં આવી રહી છે તેવું સભ્યો ઓફ ધ રેકર્ડ જણાવે છે. આ અગ્રણી તેમના ખાનગી પાર્ટી પ્લોટમાં ડીસાના ફાયર ફાયટર દ્વારા પાણી છંટાવે છે. નગરપાલિકા લોડરનો દૂરઉપયોગ કરે છે. તેમણે ગેરકાયદેસરના
બનાવેલ રસ્તા પર નગરપાલિકાના પ્રમુખ ઉપર રસ્તો બનાવવાનું દબાણ કરે છે. તેમના પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ પૂર્ણ પછી કચરો ઉપાડવાનું અને સાફ સફાઈ કરવાનું કામ પણ નગરપાલિકાને જ સોંપવામાં આવે છે. રીમોટ કંન્ટ્રોલથી નગરપાલિકાના શાસનને ચલાવવાની ટેવ પડી ગયેલ ભાજપના આ અગ્રણીને નગરપાલિકાના પ્રમુખ તાબે થતા ન હોવાથી આ બળવા પાછળ તેમનો પણ હાથ
હોવાનું એક સદસ્યે જણાવ્યું હતું. આ સદસ્યે ભાજપના અંદરના મતભેદ વિશે જણાવે છે કે પોણા બે વર્ષ પહેલાં આવી જ રીતે તે સમયના નગરપાલિકાના પ્રમુખ પ્રવિણભાઈ માળીના વિરૂદ્ધમાં આ જ રીતે ૨૨ ચૂંટાયેલા સદસ્યોએ રાજીનામા આપી નાટક કરેલ. પોણા બે વર્ષ સુધી એકપણ જનરલ બોર્ડમાં પોતાની વોર્ડની રજૂઆત કર્યા વગર હાથ ઉપર હાથ ધરી બેસી રહેલા સદસ્યોને અચાનક વોર્ડના વિકાસના કામો યાદ આવ્યા. ડીસા નગરપાલિકા પ્રમુખના જણાવ્યા મુજબ છેલ્લાં પોણા બે વર્ષમાં ૧૫ કરોડથી વધારે વિકાસના કામો કર્યા છે. દરેક વોર્ડમાં રસ્તા, બ્લોક પાથરવું, ભૂગર્ભ ગટર, પાણીની પાઈપ લાઈનો પહોંચાડવી જેવા વિકાસના કાર્યો સાથે સાથે અનેક કામો કર્યા છે. નગરપાલિકાની ચૂંટણી આ વર્ષના અંતે યોજાશે. આથી વોર્ડમાં જઈશું વાત કરશું એટલે હવે સદસ્યો લોકોમાં સારા દેખાવા માટે આવા નાટકો કરી રહ્યા છે તેવુ એક રાજકીય નિષ્ણાંતનું માનવું છે. નગરપાલિકાના નારાજ સભ્યો પોતાના
રાજીનામામાં માત્ર વિકાસના કામો નથી થયા તેવી રજૂઆત કરી છે. પોણા બે વર્ષ સુધી આ સદસ્યો પૈકી એકપણ સદસ્ય તેમના વોર્ડનું કયુ વિકાસનું કામ રહી ગયું તે પણ મીડિયા સમક્ષ જણાવી શકતા નથી.  આમ આ
રાજીનામા એક માત્ર નાટક
પુરવાર થશે તેમાં બે મત નથી.

Download Our B K News Today App



Related News