ડીસાના રાજગરાનો દાણો મોટો હોવાથી વિદેશમાં નિકાસ થાય છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-30 13:22:38
  • Views : 560
  • Modified Date : 2019-04-30 13:22:38

દેશભરમાં રાજગરાના હબ તરીકે ડીસા માર્કેટયાર્ડનું નામ મોખરેદેશભરમાં રાજગરાના માર્કેટ તરીકે નામના પ્રાપ્ત ડીસા માર્કેટયાર્ડમાં રાજગરાની દિન-પ્રતિદિન આવક વધી રહી છે. અન્ય માર્કેટયાર્ડ કરતા  ડીસાનો રાજગરાનો મોટો દાણો હોવાથી ગુજરાત સહિત અન્ય રાજ્યના વેપારીઓ દ્વારા રાજગરાની ખરીદી કરી દેશ-વિદેશમાં નિકાસ કરવામાં આવી રહી છે. આમ સિઝન દરમિયાન ડીસા માર્કેટયાર્ડમાં રાજગરાની ૮૦ હજારથી વધુ બોરીની આવક નોંધાય છે.બનાસકાંઠા જિલ્લાના આર્થિક પાટનગર ગણાતા ડીસા માર્કેટયાર્ડમાં રવી સિઝન દરમિયાન અન્ય ખેતપેદાશોની સાથે સાથે રાજગરાની પણ વિપુલમાત્રામાં આવક નોંધાઇ રહી છે. દેશભરમાં રાજગરાના હબ તરીકે ડીસા માર્કેટયાર્ડનું નામ મોખરે છે. ત્યારે બનાસકાંઠા, ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ ખેડૂતો પોતાનો માલ વેચવા માટે ડીસા માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં રાજગરાના વધુ વાવેતરના કારણે ડીસા માર્કેટયાર્ડમાં રાજગરાનો દાણો અન્ય માર્કેટયાર્ડ કરતાં મોટો હોવાથી ડીસાના રાજગરાની માંગ દેશ-વિદેશમાં પણ વધી રહી છે. જેથી અન્ય માર્કેટયાર્ડોમાં રાજગરાના ભાવ ડીસા માર્કેટયાર્ડના ભાવ આધારિત ખરીદ વેચાણ થાય છે.ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ અને સેક્રેટરી અમૃતભાઇ જોષીના કુશળ વહીવટના કારણે સિઝન દરમિયાન રાજગરાની ૮૦ હજારથી વધુ બોરી નોંધાય છે. જ્યારે ખેડૂતોને અન્ય માર્કેટયાર્ડ કરતાં સારો એવો પોષણક્ષમ ભાવ મળી રહ્યો છે. આ અંગે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમૃતભાઇ જોષીએ જણાવ્યું હતું કે દેશભરમાં ડીસા પંથકના રાજગરાની માંગ વધી રહી છે. ડીસા-બનાસકાંઠાના રાજગરાનો દાણો મોટો હોવાથી ગુજરાત સહિત અન્ય રાજ્યો અને વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે. જેથી ખેડૂતોને પણ પોતાના માલના પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. 



Download Our B K News Today App



Related News