ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં રાજગરાની બમ્પર આવક : સિઝનમાં ભાવ ઓલટાઇમ હાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-12 12:27:35
  • Views : 316
  • Modified Date : 2022-03-12 12:27:35

ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં રાજગરાની બમ્પર આવક : સિઝનમાં ભાવ ઓલટાઇમ હાઇ

બનાસકાંઠા જિલ્લાના ડીસાનો મુખ્ય રવિ પાક બટાટા છે.. અને ગુજરાતમાં બટાટાનું સહુથી વધુ ઉત્પાદન ડીસામાં થાય છે.. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં રાજગરાની પણ બમ્પર આવક નોંધાઈ રહી છે.. અને વર્ષ દરમ્યાન એક લાખ કરતાં પણ વધારે રાજગરાની બોરીની આવક થઈ રહી છે.. ગુજરાતમાં જીરાની આવકમાં જે રીતે ઊંઝા નામના ધરાવે છે તેવી રીતે રાજગરાની આવકમાં ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પર ડીસા પહોંચી ગયું છે.. રાજગરાની વાત કરવામાં આવે તો રાજગરાનો મુખ્ય ઉપયોગ બેકરીની બનાવટમાં થતો હોય છે અને તેના લીધે વિદેશોમાં પણ રાજગરાની ખૂબ માંગ રહેતી હોય છે.. વર્ષે ડીસામાં રાજગરાની આવકની શરૂઆત  થઈ ચૂકી છે અને રાજગરાની આવક શરૂ થતાં બજારમાં રાજગરાના ભાવો પ્રતિ વીસ કિલો ૯૦૦થી ૧૦૦૦ રૂપિયા જેટલા રહેતા હોય છે.. પરંતુ વખતે રાજગરાની આવક શરૂ થઈ ચૂકી છે રાજગરાના પ્રતિ વીસ કિલોના ભાવ ૧૫૦૦થી ૧૫૩૫ રૂપિયા સુધી પહોંચી ગયા છે અને ભાવો આગામી સમયમાં પણ ઊંચા જવાની શક્યતા જોવા મળી રહી છે... રાજગરાના અત્યારે જે ભાવો ૧૫૦૦થી ૧૫૩૫ રૂપિયા છે તે ભાવ ઓલ ટાઈમ હાઇ હોવાનું ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરીએ જણાવ્યુ છે.

 

રાજગરાના ભાવો અત્યારે સિઝનમાં પણ ૧૫૦૦ રૂપિયાની સપાટી આંબી ચૂક્યા છે.. અને અચાનક રાજગરાના ભાવોમાં થયેલા વધારા પાછળના મુખ્ય કારણોમાં રાજગરાનું ઓછું વાવેતર અને યુક્રેન રસિયા વચ્ચે ચાલી રહેલું યુધ્ધ પણ જવાબદાર છે.. ત્યારે આગામી સમયમાં સિઝન પૂરી થયા બાદ રાજગરાના ભાવો બે હજાર રૂપિયાની સપાટી વટાવી જાય તો નવાઈ નહીં....

Download Our B K News Today App



Related News