રાજેશ્વર ભગવાનની ૧૩૭ મી જન્મ જયંતિ ની ઉજવણી કરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-15 06:52:47
  • Views : 1088
  • Modified Date : 2019-04-15 06:52:47

આંજણા ચૌધરી સમાજના કુળ ગુરુ સંત શ્રી રાજેશ્વર ભગવાનનો જન્મ રામનવમીના પવિત્ર દિવસે રાજસ્થાનના સિકારપુરા  ગામે થયો હતો. જેમણે પોતાના જીવન કાળ દરમિયાન પ્રભુનું ભજન કરી સમાજને  શિક્ષિત સંગઠિત અને વ્યસન મુક્ત બનવાની પ્રેરણા આપી હતી. જે સંતશ્રી રાજેશ્વર ભગવાનની આંજણા ચૌધરી સમાજ દ્વારા રામનવમીના
પવિત્ર દિવસે ૧૩૭મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
સંત શ્રી ૧૦૦૮ રાજેશ્વર ભગવાનનું ભવ્ય આશ્રમ અને મંદિર રાજસ્થાનના સિકારપુરા ગામે આવેલ છે તેમજ ગુજરાતના થરાદ તાલુકાના મેસરા  દિયોદર તાલુકાના ચગવાડા તેમજ લાખણી  સહિત રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ગામોમાં સંત શ્રી ૧૦૦૮ રાજેશ્વર ભગવાનના નાના મોટા મંદિરો આવેલ છે. જે મંદિરે રામ નવમી ના પવિત્ર દિવસે સંત શ્રી રાજેશ્વર ભગવાન ની ૧૩૭   મી જન્મ જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજસ્થાનના સિકારપુરા થરાદના મેસરા  લાખણી તેમજ દિયોદર તાલુકાના ચગવાડા ગામે આવેલ સંત શ્રી રાજેશ્વર ભગવાનના નિજ મંદિરે પણ દર વર્ષેની જેમ આ વર્ષે  રામનવમીના પવિત્ર દિવસે સંત શ્રી રાજેશ્વર ભગવાનની હર્ષો ઉલ્લાસ સાથે૧૩૭ મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.  ૧૩/૪/૨૦૧૯ ના રોજ મંદિર પટાગણમાં ભજન સત્સંગ યોજાયો. જેમાં ખ્યાતનામ  કલાકરો દ્વારા ભજનની રમઝટ બોલાવાઇ હતી. સંત શ્રી રાજેશ્વર ભગવાનની જન્મ જયંતિને લઈને આંજણા ચૌધરી સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.   જયારે થરાદના મેસરા ગામે ગેર નૃત્ય એ આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું.


Download Our B K News Today App



Related News