વિદ્યાર્થી બસ સ્ટેશન પર એકત્રિત થયા, કહ્યું- ઘરે કે અમારે ઘરે જાઉં છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-18 13:47:46
  • Views : 557
  • Modified Date : 2020-04-18 13:47:46

લોકડાઉન દરમિયાન રાજસ્થાનમાં ફસાયેલા ઉત્તર પ્રદેશના આશરે 7,500 વિદ્યાર્થીને લેવા માટે શુક્રવારે યુપી સરકારે 252 બસ કોટા મોકલી હતી. કોટામાં આ તમામ વિદ્યાર્થીઓ મેડિકલ અને એન્જીનિયરિંગની તૈયારી માટે કોચિંગ કરી રહ્યા છે. તેમ જ તેઓ હોસ્ટેલો તથા પીજીમાં રહે છે. ગુરુવારે રાજસ્થાન તથા યુપી સરાકરે કોટામાં ફસાયેલા વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે બસોની વ્યવસ્થા કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ શુક્રવારે 102 બસ ઝાંસી અને 150 બસ આગ્રાથી રવાના થઈ હતી.  પણ તે અગાઉ બસ સ્ટેશનો પર હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થઈ જતા લોકડાઉનના નિયમોનું મોટા પ્રમાણમાં ઉલ્લંઘન થયું હતું. સ્થાનિક પ્રશાસ પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવામાં નિષ્ફળ રહ્યું હતું. 

Download Our B K News Today App



Related News