ધાનેરાના નેનાવા ગામના યુવકે રાજસ્થાનમાં આત્મહત્યા કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-22 11:26:35
  • Views : 1101
  • Modified Date : 2020-06-22 11:26:35

ધાનેરા તાલુકાના નેનાવા ગામે રહેતા જગદીશભાઇ કાળાભાઈ મેઘવાળ (ઉ.વર્ષ ૨૮) શનિવારે પોતાના ઘરેથી  દવા લેવા માટે બાઇક લઈને ધાનેરા જવાનું કહીને  નીકળ્યો હતો. પરંતુ બપોરના સુમારે રાજસ્થાનના સરવાના પોલીસ મથકથી તેના પરિવારજનો
ઉપર ફોન આવેલ કે જગદીશભાઇ નામના યુવકે રાજસ્થાનના હાડેચા નજીક આવેલ નર્મદાની મુખ્ય કેનાલમાં પડીને આત્મહત્યા કરેલ છે. જેથી તેના પરિવારજનો તાત્કાલિક રાજસ્થાનના સરવાના પોલીસ મથકે પહોંચ્યા હતા અને લાસને જોઈને તેના
પરિવારજનો ઉપર આભ તૂટી
પડ્‌યું હતું. અને પોલીસ દ્વારા આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરીને લાસને તેના
પરિવારના લોકોને સુપરત કરી હતી. આ અંગે તેમના
પરિવારજનોએ જણાવેલ કે તેને કોઈપણ તકલીફ ન હોવા છતાં કેમ કેનાલમાં પડ્‌યો છે. અને
પડતા પહેલા પોતાના ફોનથી તેમના મિત્રોને છેલ્લા રામરામ કર્યા છે અને પછી અલવિદા કહીને તે કેનાલમાં પડયો છે.

Download Our B K News Today App



Related News